દેશના મોદી સરકાર દ્વારા વન નેશન વન રાશન સુવિધા લાગુ કર્યા બાદ ગ્રાહકો આખા દેશમાંથી રાશન મેળવવાનો હક ધરાવે છે. હવે જ્યાંથી અનુકુળ આવે તે જગ્યાએથી રાશનકાર્ડ દ્વારા રાશન મેળવી શકાય છે.
જેથી રેશન ધારક પોતાની મરજી મુજબની દુકાનેથી પણ રાશન મેળવી શકે છે. સરકાર દ્વારા મજુર વર્ગ અને વારંવાર મજુરી માટે બહાર જતા હોય તેવા પરિવારો માટે તો આ ખુબ જ સારી એવી વ્યવસ્થા કરી આપી છે. સરકાર દવા આ મુદ્દાને લઈને હાલમાં અવાનવાર ચર્ચાઓ કે માહિતી જાહેર કરવામાં આવે છે.
રાશનને લઈને સમાચારો આવતા રહેતા હોય છે. જેમાં રાશન ધારકો માટે હવે તેમની નજીકના બીજા કોઈ પણ ડીલર પાસેથી પણ રાશન ખરીદી કરી શકે છે. સરકારી પુરવઠા વિભાગ દ્વારા તમામ રાશનકાર્ડ ધારકોને સૂચનાઓ આપવામાં આવી છે કે ઘણા ડીલરો એવા મનસ્વી હોય છે.
જેની સાથે આવા ગ્રાહકોને વાંધો પડતો હોય છે, તેમજ કોઈ સમસ્યાથી પરેશાન રહેવું પડતું હોય છે. જેથી હવે આ નવી યોજના લાગુ પડ્યા બાદ લાભાર્થી પાસે અન્ય જગ્યાએ રાશન ખરીદવાનો લાભ મળશે જેથી આવા ડીલરો પાસેથી ખરીદવાનું બંધ કરી શકે છે.
આ વ્યવસ્થાથી એક પ્રકારે ચોક્કસ માપદંડ માં ફેરફાર થઇ શકે છે, કે કોઈ જગ્યાએ નિયમિત અંદાજ કરતા વધારે ગ્રાહકો રાશન મેળવવા આવી શકે છે. પરંતુ આ સમયે તેમના માટે સરકાર દ્વારા જો નક્કી કરેલા લાભાર્થીઓ સિવાય વધારે લાભાર્થીઓ રાશન ખરીદવા પહોંચે તો આવા વેપારીને જીલ્લા વહીવટી તંત્ર પુરવઠા વિભાગ દ્વારા રાશન આપવામાં આવશે. જેથી બધાને આસાનીથી રાશન મળી શકે.
આ સિવાય જો કોઈ રાશનની દુકાન ધારક રાશન આપવાની ના પાડે કે ઇનકાર કરે તો તેમની સામે કાર્યવાહી પણ થઈ શકે છે. આવી સમસ્યા ઘણા ગ્રાહકોને આવતી હોય છે. જયારે ઘણા લોકોને કોઈ ચોક્કસ દુકાનેથી રાશન મેળવવું અનુકુળ લાગે છે. તો તે લોકો સત્તાવાર રીતે આ જગ્યાએથી રાશન મેળવવાની મંજુરી મેળવી શકે છે, તેમજ સંબંધિત વિભાગ દ્વારા તેઓને આ માટે મંજુરી આપવામાં આવશે.
આમ, દેશમાં વન નેશન વન રેશન નિયમ આવ્યા બાદ ગ્રાહકોને ખુબ જ ફાયદો થશે. આ રીતે તેઓ હવે ગમે ત્યાંથી રાશન જરૂરી આધાર કાર્ડ અને રાશન કાર્ડ જેવા ડોક્યુમેન્ટથી મેળવી શકે છે. જેથી બહાર વસવાટ કરતા લોકોએ હવે રાશન મેળવવા પોતાના મૂળ વતનમાં આવવાની જરૂર રહેતી નથી.