Mon. Oct 7th, 2024

વડોદરા / લોકોને ફોન કરી વેક્સિન ન લેવા કહેતા ગેરસમજ ઉભી કરનાર 8 નબીરાઓની સયાજીગંજ પોલીસે ધરપકડ કરી

સયાજીગંજ પોલીસે સોશિયલ મીડિયા દ્વારા ગ્રુપ બનાવી અને કોરોના રસી ન લેવાનું કહીને લોકોમાં ગેરસમજ ફેલાવવા બદલ 8 નબીરાઓની ધરપકડ કરી છે. આ જૂથમાં 2 યુવતીઓ પણ શામેલ છે. સોશિયલ મીડિયા માં અવેકન ગુજરાત મુવમેન્ટ અને અવેકન વડોદરિયન્સના નામે ગ્રુપો બનાવી સોશિયલ મીડિયા થકી લોકોને કોરોના રસી નહીં લેવા માટેની વિશેષ મુવમેન્ટ હાથ ધરી હતી.

જાગૃત ગુજરાત ચળવળ સોશિયલ મીડિયા દ્વારા અને જાગૃત વડોદરીય લોકોએ સોશિયલ મીડિયાના નામે જૂથો બનાવ્યા અને લોકોને રસી ન આપવા માટે વિશેષ આંદોલન ચલાવવામાં આવ્યું.

સયાજીગંજ પોલીસને બાતમી મળી હતી કે આ જૂથ શહેરના કમાટીબાગમાં ભેગું થવાની છે જેથી તેઓએ જૂથના આઠ સભ્યોને પકડ્યા. નરેન્દ્ર કાલિદાસ પરમાર, ચંદ્રકાંત બાબુભાઇ મિસ્તી, વિજયકુમાર ખેરવાની, કેવલ ચંદ્રકાંત પઠળિયા, જસવિંદર સિંગ રાજેન્દ્ર સિંગ, ઈરફાન યુસફ પટેલ, અવની ગજ્જર ,ભૂમિકા ગજ્જરની ધરપકડ કરવામાં આવી છે.

Related Post

Verified by MonsterInsights