પાટણના રાધનપુરમાં એક યુવતી પર ગામના જ એક વિધર્મી યુવકે હુમલો કરતાં ભારે ચકચાર

0 minutes, 0 seconds Read

પાટણના રાધનપુર તાલુકાના શેરગઢ ગામમાં એક યુવતી પર ગામના જ એક વિધર્મી યુવકે હુમલો કરતાં ભારે ચકચાર મચી જવા પામી છે. બીજી તરફ આ ઘટના બાદ ગ્રામજનોએ હુમલાખોર યુવકને પકડીને પોલીસને સોંપ્યો હતો. હાલ ગામમાં LCB, SOG સહિતનો કાફલો ગોઠવી ચૂસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.

જ્યારે ઘાયલ યુવતીને વધુ સારવાર અર્થે ધારપુર ખસેડવામાં આવ્યા હતાં. ઉલ્લેખનીય છે કે, હજી સુધી હુમલાનું કારણ જાણવા મળ્યું નથી. આ ઘટના બાદ ગ્રામજનોએ યાસીન બ્લોચને પકડી રાખ્યો હતો.પોલીસને જાણ કરતાં પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યા હતો. હાલ ગામમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ છે. બીજી તરફ આરોપીનો પરિવાર ગામ છોડીને ફરાર થઈ ગયો છે.

અહેવાલ: પંકજ જોષી કચ્છ

author

Jantanews360 Team

www.jantanews360.com એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Verified by MonsterInsights