વિશ્વ પ્રખ્યાત રૂપાલની પલ્લીને લઈને સામે આવ્યા મોટા સમાચાર

0 minutes, 0 seconds Read

ગત વર્ષની જેમ આ વર્ષે પણ રુપાલમાં વરદાયિની માતાજીના મંદિરે પલ્લી મેળો થશે કે નહીં તેને લઈને હાલ મોત સમાચાર સામે આવ્યા છે. ગાંધીનગરના રૂપાલની પલ્લી કોરોના ગાઈડલાઈન સાથે પરંપરાગત પલ્લી નીકળશે. આ વર્ષે રૂપાલમાં મેળો નહિ યોજાય પણ પલ્લીના દર્શન થશે. માત્ર ગામના લોકો જ પલ્લીમાં હાજર રહી શકશે.સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ આજે વરદાયિની માતાજીના મંદિરે પહોચ્યા હતાં અને ભક્તિભાવપૂર્વક પૂજન કરીને તેઓએ માતાજીની આરતી કરી હતી. એ સમયે કલેક્ટર પણ ઉપસ્થિત રહ્યાં હતાં.

વરદાયિની માતા રૂપાલના ટ્રસ્ટી નીતિન પટેલે માહિતી આપતા જણાવ્યું કે, 15 ઓક્ટોબર આસો સુદ 9 ના દિવસે રૂપાલની પલ્લી નીકળશે. આસો સુદ 9 ના દિવસે માતાજી પરંપરા પલ્લી નીકળશે. પરંતુ આ વર્ષએ માત્ર ગામના લોકો પલ્લીમાં ભાગ લઈ શકશે. પલ્લી નિમિત્તે યોજાતો મેળો આ વખતે નહિ યોજાય. સોશિયલ ડિસ્ટન્સ સાથે પલ્લીનું આયોજન કરાશે.શ્રદ્ધા હોય ત્યાં પુરાવાની જરૂર હોતી નથી આ કહેવત ખૂબ જ પ્રચલિત હોવાની સાથે સાથે આપણા વ્યવહારુ જીવનમાં પણ ક્યાંક ને ક્યાંક વિશ્વાસ સાથે આ વાત વર્ણવેલી છે. જોકે શ્રધ્ધા અને અંધશ્રધ્ધા વચ્ચે પાતળી ભેદરેખા રહેલી છે તેવી પરિસ્થિતિમાં ધાર્મિક ચમત્કારને વૈજ્ઞાનિકો તથા સાયન્સ ની રીતે જોઈ રહ્યા છે. જોકે અહીં જોવા મળેલી આ બાબતને લોકો ચમત્કાર અને શ્રદ્ધાથી જોઈ રહ્યા છે.

author

Shubham Agrawal

www.jantanews360.com આ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Verified by MonsterInsights