• પોલીસ તંત્ર દ્વારા ટાર્ગેટના ચક્કરમાં બાઈકોને ટાર્ગેટ બનાવતાં વેપાર ધંધા પર મોટી અસર પડી.
  • મીટિંગ બાદ પંચાયતના ગેટ આગળથી સફાઇ શરૂ કરાવી.

દાહોદ જિલ્લાના સંજેલીમાં ઠેરઠેર ગંદકી દ્રશ્યોથી ચોંકી ઉઠેલા ટીડીઓએ ગ્રામજનો, વેપારી, સરપંચ, તલાટીને સાથે રાખી તાલુકા પંચાયત સભાખંડમાં તાલુકા વિકાસ અધિકારીની અધ્યક્ષસ્થાને બેઠક યોજી હતી. જેમાં સંજેલી મામલતદાર પી.આઈ.પટેલ, ટી.એચ.ઓ. એમ.એ.આલમના, ટીડીઓ ભુરીયા ઉપસ્થિત રહ્યાં હતાં. નગરમાં ગંદકી ગટર પાણી રસ્તા સહિતની ઉપસ્થિત લોકોના સમસ્યા અંગેના પ્રશ્નો સાંભળ્યા હતા. તેમજ પોલીસ તંત્ર દ્વારા ટાર્ગેટના ચક્કરમાં બાઈક ચાલકોને દંડ  અને ધંધા-રોજગાર પર મોટી  અસરને લઈ પ્રમુખ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી.

પુષ્પ સાગર કિનારે વીર શહીદો માટે બનાવેલ વાડીમાં વૃક્ષારોપણમાં પણ કચરાના ઢગલા નગરના મુખ્ય માર્ગ સહિત ફળીયાના માર્ગો પર ગંદકીઓ અને ગટરના પાણી રોડ પર પંચાયત દ્વારા ડોર ટુ ડોર કચરા માટે કરતું વાહન ડિસલેરી તેમજ ચામડીયા ફળિયામાં ક્યારેય પણ આવતું નથી ગટરોમાં સાફસફાઇ તેમજ ખુલ્લી ગટરોના ઢાંકણાનો અભાવ વોટર વર્કસની મુખ્ય પાઇપલાઇનમાંથી ડાયરેક લગાવેલ અને ભૂતિયા કનેક્શનો દૂર કરી રેગ્યુલર પાણી આપવા તેમજ નવા નળ કનેકશનો આપવાની  રજૂઆતો કરવામાં આવી હતી. મીટિંગ પૂર્ણ થતાં જ સફાઈ કર્મચારીઓને બોલાવી તાલુકા પંચાયતના ગેટ આગળથી સફાઈ અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page