આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવ વધવાને પગલે દેશમાં સરકારી ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ ફરી એક વખત પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કર્યો છે. સરકારી માલિકીની ઓઇલ કંપનીઓએ જારી કરેલા પ્રાઇસ નોટિફિકેશન અનુસાર એક લિટર પેટ્રોલના ભાવમાં ૨૦ પૈસા અને એક લિટર ડીઝલના ભાવમાં ૩૫ પૈસાનો વધારો કરવામાં આવ્યો છે. અમદાવાદમાં પ્રથમ વખત ડીઝલનો ભાવ ૧૦૦ રૃપિયા થઇ ગયો છે.

સતત છઠ્ઠા દિવસે ભાવ વધારવામાં આવતા પેટ્રોલ અને ડીઝલના ભાવ દેશમાં નવી ઉંચાઇએ પહોંચી ગયા છે. આજના ભાવવધારા પછી દિલ્હીમાં એક લિટર પેટ્રોલનો ભાવ વધીને રૃ. ૧૦૪.૧૪ રૃપિયા અને એક લિટર ડીઝલનો ભાવ વધીને ૯૨.૮૨ રૃપિયા થઇ ગયો છે. મુંબઇમાં એક લિટર પેટ્રોલનો ભાવ વધીને ૧૧૦.૧૨ રૃપિયા અને ડીઝલનો ભાવ વધીને ૧૦૦.૬૬ રૃપિયા થઇ ગયો છે.

મુંબઇ અને હૈદરાબાદ પછી ગાંધીનગર અને લેહમાં પણ ડીઝલનો ભાવ વધીને ૧૦૦ રૃપિયાને પાર થઇ ગયો છે. ગાંધીનગરમાં એક લિટર ડીઝલનો ભાવ વધીને ૧૦૦.૨૧ રૃપિયા અને લેહમાં એક લિટર ડીઝલનો ભાવ વધીને ૧૦૦.૦૬ રૃપિયા થઇ ગયો છે.

ભોપાલ, રાયપુર અને જયપુર પણ એવા અન્ય પાટનગર છે જ્યાં ડીઝલનો ભાવ ૧૦૦ રૃપિયાને પાર થઇ ગયો છે. દરેક રાજ્યમાં વેટનો દર અલગ હોવાથી વિભિન્ન રાજ્યોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ અલગ અલગ જોવા મળે છે.

ઉલ્લેખનીય છે કે સળંગ છઠ્ઠા દિવસે પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારવામાં આવ્યા છે. જૈ પૈકી છેલ્લા પાંચ દિવસ પેટ્રોલમાં ૩૦ પૈસા અને ડીઝલમાં ૩૫ પૈસાનો વધારો કરવામાં આવ્યો છે. જે પહેલા પેટ્રોલમાં ૨૫ અને ડીઝલમાં ૩૦ પૈસાનો વધારો કરવામાં આવ્યો હતો. આમ છેલ્લા છ દિવસમાં પેટ્રોલના ભાવમાં ૧.૭૫ રૃપિયા અને ડીઝલમાં ભાવમાં ૨.૦૫ રૃપિયાનો વધારો કરવામાં આવ્યો છે.

દેશની સરકારી ઓઇલ માર્કેટિંગ કંપનીઓ ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન(આઇઓસી), ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ(બીપીસીએલ)અને હિંદુસ્તાન પેટ્રાલિયમ કોર્પોરેશન લિમિટેડ(એચપીસીએલ) દ્વારા ૨૪ સપ્ટેમ્બરથી ડીઝલના ભાવ અને ૨૮ સપ્ટેમ્બરથી પેટ્રોલના ભાવ વધારવાનું શરૃ કર્યુ છે. ત્યારથી લઇને અત્યાર સુધીમાં પેટ્રોલના ભાવમાં ૨.૯૫ રૃપિયા અને ડીઝલના ભાવમાં ૪.૨૦ રૃપિયાનો વધારો કરવામાં આવ્યો છે.

આ અગાઉ ચોથી મેથી ૧૭ જુલાઇ દરમિયાન પેટ્રોલના ભાવમાં ૧૧.૪૪ રૃપિયા અને ડીઝલના ભાવમાં ૯.૧૪ રૃપિયાનો વધારો કરવામાં આવ્યો હતો.

By Shubham Agrawal

www.jantanews360.com એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page