સાયબર મીડિયા રિસર્ચ દ્વારા, ઝોમેટો સૌથી વિશ્વાસપાત્ર બ્રાન્ડ સાબિત થઈ

0 minutes, 1 second Read

ભારતના મોટા શહેરોમાં સર્વે કરીને રોગચાળા દરમિયાન સૌથી ઉપયોગી સાબિત થયેલી દસ બ્રાન્ડના નામ જાહેર કરાયા હતા. મોટાભાગની બ્રાન્ડ એવી છે, જેણે લોકડાઉન દરમિયાન ઓનલાઈન સર્વિસ કે પ્રોડક્ટ પુરી પાડી હોય.

કોરોના દરમિયાન ઓનલાઈન મળતી વિવિધ સેવા પર લોકોનું ભારણ વધ્યું છે. શાકભાજીથી માંડીને હોમ એપ્લાયન્સિસ સહિતની ચીજો ઓનલાઈન મળે છે. પરંતુ કોરોના દરમિયાન જરૃરી ચીજો ઓનલાઈન મંગાવવાનું પ્રમાણ અનેકગણુ વધ્યું અને અત્યારે પણ વધી રહ્યું છે.

કોરોના દરમિયાન ભારતમાં સૌથી વધારે વિશ્વાસપાત્ર બ્રાન્ડ અંગે સાયબર મીડિયા રિસર્ચ દ્વારા સર્વે કરવામાં આવ્યો હતો. એ સર્વેમાં ઝોમેટો સૌથી વિશ્વાસપાત્ર બ્રાન્ડ સાબિત થઈ છે.

કોરોના દરમિયાન દેશના વિવિધ શહેરોમાં ક્યાંક આંશિક તો ક્યાંક પૂર્ણ લોકડાઉન લાગુ પડ્યુ છે. એ વખતે ઝોમેટોમાંથી ઓનલાઈન ફૂડ મંગાવવાનું પ્રમાણ અનેકગણુ વધી ગયું છે. ઝોમેટો પર લોકોનો વિશ્વાસ પણ વધ્યો છે.

ફૂડ ડિલિવરીમાં ઝોમેટો અને સ્વીગી એ બે મોટા વિકલ્પો છે. ટોપ-10માં બન્નેનો સમાવેશ થયો છે. એ ઉપરાંત ઓનલાઈન પેમેન્ટ, ઓનલાઈન કરિયાણું-ગ્રોસરી, ઓવર ધ ટોપ (OTT)પ્લેટફોર્મ્સ..વગેરેનો સમાવેશ ટોપ-10માં થયો છે.

ટોપ-10 વિશ્વાસપાત્ર બ્રાન્ડ

ઝોમેટો

બિગ બાસ્કેટ

ફ્લિપકાર્ટ

ફોન પે

ડિઝની હોટસ્ટાર

ગૂગલ પે

પેટીએમ

એમેઝોન

પ્રાઈમ વિડીયો

સ્વીગી

author

Shubham Agrawal

www.jantanews360.com આ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Verified by MonsterInsights