Wed. Dec 4th, 2024

સુરતમાં રખડીને મોબાઈલ ચોરી કરતા બે ચોર પકડાયા, 6 મોબાઈલ અને એક બાઈક મળી કુલ 91 હજારની મત્તા કબજે કરી

સુરત : પુણા પોલીસે બાતમીના આધારે બે મોબાઈલ સ્નેચરોને ઝડપી પાડ્યા છે. પોલીસે તેઓની પાસેથી 6 મોબાઈલ અને એક બાઈક મળી કુલ 91 હજારની મત્તા કબજે કરી છે.

પોલીસે તેઓની પાસેથી ૬ મોબાઈલ ફોન અને એક બાઈક મળી કુલ ૯૧ હજારની મત્તા કબજે કરી હતી. પોલીસે મોબાઈલ અંગે આરોપીઓની કડક પૂછપરછ કરતા તેઓએ મોબાઈલ ફોન સુરત શહેરના અલગ અલગ વિસ્તારમાંથી ચોરી કર્યા હોવાનું જણાવ્યું હતું. જ્યારે આ બનાવ અંગે એક ગુનો પુણા પોલીસ મથકમાં પણ નોંધાયો હતો. હાલ પોલીસે આરોપીઓની ધરપકડ કરી છે. અને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

પુણા પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમ્યાન બાતમી મળી હતી કે, ચોરીના મોબાઈલ ફોન સાથે બે ઈસમો પૂણા વિસ્તારમાં ફરી રહ્યા છે. બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી કેનાલ રોડ રંગઅવધૂત ચાર રસ્તા પાસેથી પુણાગામ ખાતે રહેતા અમિત પ્રેમજીભાઈ ડામોર અને કામરેજ ખાતે રહેતા રવી ઉર્ફે કાળીયો નરશીભાઈ બોઘાણીને ઝડપી પાડ્યા હતા.

 

Related Post

Verified by MonsterInsights