આરોગ્ય મંત્રાલયએ મહત્વનું પગલું ભરતા કોરોનાની રાષ્ટ્રીય નીતિમાં પરિવર્તન કર્યું છે, નવી નિતી હેઠળ કોવિડ હેલ્થ ફેસિલીટીમાં પોઝિટિવ રિપોર્ટ વગર પણ દાખલ કરવાની જોગવાહી કરવામાં આવી છે. આરોગ્ય મંત્રાલયએ હોસ્પિટલમાં દાખલ થવાનાં માપદંડોમાં સુધારો કર્યો છે, તે સાથે જ રાજ્યોને પણ પણ એ સુનિશ્ચિત કરવાનું કહ્યું છે કે તમામ કોવિડ સંદિગ્ધ રોગીઓને પણ દાખલ કરવામાં આવે, કોવિડ -19નાં શંકાસ્પદ દર્દીઓને CCC, DCHC, અથવા DHCને પણ વોર્ડમાં દાખલ કરવામાં આવી શકે છે, આરોગ્ય મંત્રાલયની નવી નિતી મુજબ કોઇ પણ દર્દીઓને પણ ઓક્સિજન અને દવા આપવાની ના પાડી શકાશે નહીં, પછી ભલે તે કોઇ અલગ શહેરનો જ કેમ ન હોય, કોઇ પણ દર્દીને કોઇ પણ પરિસ્થિતીમાં દાખલ કરવાની મનાઇ કરી શકાશે નહીં, તેની પાસે શહેર કે જિલ્લાનું માન્ય ઓળખ પત્ર ન હોય તો પણ જે પણ જિલ્લા અને શહેરની હોસ્પિટલમાં દાખલ કરવો પડશે.
આરોગ્ય મંત્રાલયે એ સ્પષ્ટતા કરતા કહ્યું કે કોઇ પણ દર્દીને જરૂરીયાતનાં હિસાબે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે, તે સાથે જ તે બાબત પણ ભાર મુકવામાં આવ્યો કે હોસ્પિટલનાં બેડ પર એવા લોકોએ તો કબજો નથી જમાવ્યો કે જેને દાખલ થવાની જરૂરીયાત જ ન હોય, કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોનાં મુખ્ય સચિવોને ત્રણ દિવસની અંદર જ આ સુચનાઓનો સમાવેશ કરતા જરૂરી હુકમ અને પરિપત્ર જાહેર કરવાની સલાહ આપવામાં આવી છે.