Fri. Dec 6th, 2024

હૈદરાબાદથી એક એવો કિસ્સો પ્રકાસમાં આવ્યો, જેણે સાંભળીને તમે પણ ભાવુક થઇ જશો

હૈદરાબાદથી એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જેણે સાંભળીને તમે પણ ભાવુક થઇ જશો. કે વાત જાણે એમ છે કે હૈદરાબાદમાં ફૂડ ડિલીવરી કરવા માટે એક યુવક સાયકલ લઈને પહોંચ્યો હતો. ત્યાં, તેના સ્ટ્રગલની સ્ટોરી સાંભળ્યા પછી, કેટલાક લોકો ભેગા થયા અને પૈસા એકઠા કર્યા. અને આ પૈસાથી એક વ્યક્તિને ભેટ તરીકે નવી બાઇક આપી છે.

હા, આ યુવકનું નામ મોહમ્મદ અકિલ છે. ઓર્ડર આપવા માટે અકીલ 14 જૂને ગ્રાહક રૂબિન મુકેશના ઘરે ગયો હતો. જ્યારે રૂબિન મુકેશ ઓર્ડર લેવા નીચે તેના ઘરે પહોંચ્યો ત્યારે તેણે જોયું કે અકિલ સાયકલ લઈને આવ્યો હતો.
મુકેશ વ્યવસાયે આઇટી પ્રોફેશનલ છે. “તેણે મને નીચે આવવાનું કહ્યું અને ઓર્ડરની ડિલિવરી લેવાનું કહ્યું.” જ્યારે હું નીચે ગયો ત્યારે જોયું કે આ યુવાન વરસાદમાં માત્ર 20 મિનિટમાં સાયકલ ચલાવતો હતો, મને ઓર્ડર આપવા આવ્યો હતો. અકિલે માત્ર 20 મિનિટમાં 9 કિ.મી.નું અંતર કાપ્યું અને ફૂડ લઈને આવી ગયો હતો.

આ જોઈને મુકેશે તેની તસવીર લીધી અને તેને સોશિયલ મીડિયા પર એક ગ્રુપમાં મૂકી દીધી. જેમાં અનેક સભ્યોએ તેની પ્રતિક્રિયા આપી હતી. અને મોટાભાગના લોકોએ કહ્યું કે આ યુવાન માટે કંઈક કરવું જોઈએ. મુકેશે કહ્યું કે, અકીલની સ્ટોરી ફેસબુક પર 14 જૂને ફૂડ લવર્સના ગ્રુપમાં પોસ્ટ કરવામાં આવી હતી અને મોટરસાઇકલ માટે જરૂરી 65,000 રૂપિયાને બદલે 73,000 રૂપિયા જમા કરાવવામાં આવ્યા હતા.

18 જૂને, અકિલને બાઇક સાથે હેલ્મેટ, સેનિટાઇઝર, રેઇન કોટ અને માસ્ક આપવામાં આવ્યા હતા. 21 વર્ષિય અકિલ બી ટેક કરી રહ્યો છે અને તે ત્રીજા વર્ષમાં છે. તેના પિતા મોચીનું કામ કરે છે. આર્થિક સંકડામણને લીધે, અકિલ પણ ફૂડ ડિલીવરી કરીને કમાય છે અને અભ્યાસ કરે છે. અકિલને બાઇક મળી ત્યારે તે ખૂબ ભાવુક થઈ ગયો હતો અને તેણે સૌનો આભાર માન્યો હતો.

Related Post

Verified by MonsterInsights