જામનગર : કેમ લોકો થયા નારાજ?, રસીકરણ સેન્ટર પર લોકોનો હોબાળો

જામનગર : કોરોનામાં રસીકરણ એકમાત્ર ઉપાય છે અને લોકોમાં કોરોનાની રસી લેવા અંગે જાગૃતિ આવી છે. પરંતુ રસીકરણ કેન્દ્રમાં અવ્યવસ્થાને કારણે લોકોને પરેશાની ઉઠાવવી પડી રહી છે. આવું જ કંઇક જામનગર શહેરમાં બન્યું છે. અહીં રસીકરણ કેન્દ્રમાં પર અવ્યવસ્થાથી લોકો પરેશાન થયા હતા. મયુરનગર ટાઉનશીપમાં શાળામાં ચાલતા રસીકરણ કેન્દ્રમાં લોકોએ હોબાળો કર્યો હતો. આ રસીકરણ […]

કેરળ : માત્ર 4 દિવસમાં 20 હજારથી વધુ કેસ આવ્યા, દેશમાં ઘટતા કોરોના કેસ વચ્ચે આ રાજ્યને લીધે વધી ચિંતા

જો કે છેલ્લા ઘણા દિવસોથી દેશના ઘણા રાજ્યોમાં કોરોનાના કેસો ઘટી રહ્યા છે, પરંતુ કેરળ સહિતના રાજ્યોમાં વધી રહેલા કોરોના કેસ ચિંતાનો વિષય બન્યા છે. કેરળમાં છેલ્લા 4 દિવસમાં 20,000 થી વધુ કેસ નોંધાયા છે. જે દેશભરમાં નોંધાયેલા કુલ કેસોના આશરે 50 ટકા જેટલા છે. કોરોનાના વધતા જતા કેસોને જોતા કેન્દ્ર સરકાર એક્શન મોડમાં છે. […]

વાલીઓ ચેતજો : મા-બાપ માટે લાલબત્તી સમાન, નશાના રવાડે ચડી ગયેલા નાના બાળકોએ ઘરેથી છરો લઈ અમદાવાદમાં કરી લૂંટ

જો તમારા બાળકો મોડી રાત્રે બહાર ફરતા હોય તો ચેતીજજો. માતાપિતા તરીકે, એ જાણવું અગત્યનું છે કે તમારા બાળકોએ કોઈ આડી દિશામાં ચઢી નથી ગયા ને?. કારણ કે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે લૂંટના એક કેસમાં ચાર સગીર આરોપીઓની લૂંટના કેસમાં ધરપકડ કરી છે. જેમાં તપાસમાં સામે આવ્યું છે, કે આ આરોપીઓએ નશા માટે લૂંટ કરી હતી. […]

જો તમે ફાસ્ટેગનો ઉપયોગ કરો છો, તો જાણો આ 5 નિયમો, નહીં તો તમારે ડબલ ચાર્જ ચૂકવવો પડશે

હવે ફાસ્ટાગને લઈને કેટલાક નિયમો બનાવવામાં આવ્યા છે, જેના વિશે તમારે જાણવાની જરૂર છે. જો તમે ફાસ્ટટેગના આ નિયમોથી વાકેફ નથી, તો તમે મુશ્કેલીમાં મુકાઈ શકો છો. તે કિસ્સામાં, જો તમે ફાસ્ટેગનો ઉપયોગ કરો છો, તો આ નિયમો જાણો. ફાસ્ટાગ હવે વાહનોમાં ફરજિયાત બની ગયું છે. ટોલ ટેક્સ હવે ફાસ્ટેગના માધ્યમથી જ વસૂલવામાં આવે છે. […]

જાપાનમાં કોરોનાનો કહેરના લીધે સરકારે ‘ટોક્યો ઓલિમ્પિક’ વચ્ચે જાહેર કરી કટોકટી

કોરોના વાયરસના વધતા જતા કેસોને કારણે જાપાન સરકારે 31 ઓગસ્ટ સુધી કટોકટીની સ્થિતિ લાદી દીધી છે. જેથી જાપાનમાં કોરોના વાયરસનો ફેલાવો અટકાવી શકાય (Coronavirus in Japan). ટોક્યો, સાઇતામા, ચિબા, કાનાગાવા, ઓસાકા અને ઓકિનાવામાં કટોકટીની સ્થિતિ લાગુ કરવામાં આવી છે. આ રાજ્યો ઉપરાંત, હોક્કાઇડો, ઇશિકાવા, ક્યોટો, હ્યોગો અને ફુકુઓકા પ્રીફેક્ચર્સમાં અગ્રતા પર નિવારણનાં પગલાં અમલમાં આવશે. […]

અમદાવાદમાં મચ્છરજન્ય રોગને નિંયત્રણમાં લેવા,૫૬૦ હોટલ-હોસ્પિટલોમાં તપાસ,૪૨૭ને નોટિસ ફટકારવામાં આવી

અમદાવાદ શહેરમાં વધતા જતા મચ્છરજન્ય રોગચાળાને નિયંત્રણમાં લેવા શુક્રવારે શહેરના સાત ઝોનમાં આવેલી ૫૬૦ જેટલી હોટલો અને હોસ્પિટલોમાં મચ્છરના બ્રિડીંગ મામલે મ્યુનિ.હેલ્થ વિભાગે તપાસ હાથ ધરતા ૪૨૭ એકમોને નોટિસ આપી રૃપિયા ૪.૫૧ લાખનો વહીવટી ચાર્જ વસુલવામાં આવ્યો હતો.જોધપુર વોર્ડમાં આવેલી શેલ્બી હોસ્પિટલમાં બ્રિડીંગ મળતા રૃપિયા ૨૫ હજાર તથા હોયલ મેરીયોટમાં બ્રિડીંગ મળવાથી રૃપિયા ૨૦ હજારનો […]

બનાસકાંઠા : કતલખાને લઇ જવાતા 15 પશુઓનો જીવદયા પ્રેમીઓએ બચાવ કર્યો, પોલીસે તપાસ હાથ ધરી

બનાસકાંઠામાં કતલખાને લઈ જવાતા પશુઓનો આબાદ બચાવ થયો છે. જેમાં જીવદયા પ્રેમીઓએ 15 જેટલા પશુઓનો બચાવ કર્યો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર, આ પશુઓને કાંકરેજ તાલુકાની ઉંબરી નદી પર આવેલ કતલખાને લઈ જવાતા હતા. હાલ શિહોરી પોલીસે આ સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. તેમજ પશુઓને કતલખાને લઈ જવામાં કોની સંડોવણી છે, તે મામલે પોલીસે તપાસ […]

15 ઓગસ્ટની રિહર્સલમાં ભગતસિંહનું પાત્ર ભજવતા બાળકનું ગળામાં દોરડું ફસાતા થયું મોત

યુપીના બદાયુ ખાતે 15મી ઓગસ્ટના કાર્યક્રમમાં ભગતસિંહનું પાત્ર ભજવવા માટે પ્રેકિટસ કરી રહેલા બાળકના ગળામાં ફંદો ફસાય જતા તેનું મોત થયું છે. 10 વર્ષના બાળક શિવમનું રિહર્સલ દરમિયાન સ્ટુલ ખસી જતા ગળામાં દોરડું ફસાઇ ગયું હતું. ત્યાં બાળકો તેને બચાવી ન શકયા અને બાળકનો જીવ નીકળી ગયો હતો. જોકે, તેના પરિવારજનોએ કોઇપણ કાર્યવાહી કર્યા વિના […]

કલોલ નગરપાલિકાના ચીફ ઓફિસર સાહેબને ગુસ્સો આવ્યો ને પત્રકારનું માઈક તોડી નાંખ્યું, કહ્યું બીજી વાર પૂછ્યા વગર આવતા નહીં

ગાંધીનગર કલોલની નગરપાલિકામાં ચીફ ઓફિસરની દાદાગીરી સામે આવી હતી. જ્યાં એક ખાનગી પત્રકાર ચીફ ઓફિસરની બેઠકમાં પહોંચી સવાલો કરતા સમગ્ર મામલો બન્યો હતો. પત્રકારે ચીફ ઓફિસરને સવાલ પૂછતા ગુસ્સામાં અધિકારીએ માઈકને તોડી નાખ્યું હતું. પત્રકારે શું પૂછ્યો હતો સવાલ ખાનગી ચેનલના પત્રકારને નગરપાલિકામાં પ્રવેશ ન મળતા ચીફ ઓફિસર પાસે પહોંચ્યા હતા. અને ચીફ ઓફિસર પાસે જવાબ […]

અમદાવાદ : કોંગ્રેસ નેતા અર્જુન મોઢવાડીયાએ કહ્યું કપચીથી પણ ભ્રષ્ટાચાર સહન ના થયો, ખરાબ રોડનો વિડીયો ટ્વિટ કર્યો

અમદાવાદ શહેરના રોડ ચોમાસું આવતા જ ધોવાઈ જાય છે. જેમાં વર્ષોની તો વાત દૂર નવા બનેલા રોડ પણ બે-ત્રણ મહિનામાં ઠેકાણે પડી જાય છે. જશોદાનગરથી રીંગ રોડને જોડતા નવા બનેલા હાઇવે પર પણ કપચી ઉખડી ગઈ છે. જેને લઇને કોંગ્રેસના નેતા અર્જૂન મોઢવાડિયાએ આ રસ્તાનો એક વીડિયો ટ્વીટ કરી લખ્યું છે કે આ છે ભાજપનું […]

Verified by MonsterInsights