Sat. Dec 14th, 2024

31 જુલાઈ સુધી ઈન્કમ ટેક્સ નહીં ભરનારા માટે સરકારે આપ્યું કડક નિવેદન

જે લોકોએ હજુ સુધી ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ કર્યું નથી તો વિલંબ કર્યા વિના આજે જ ભરી દેજો, નહિ તો દંડ ચૂકવવાનો વારો આવી શકે છે, કારણ કે સરકારના જણાવ્યા અનુસાર આ વર્ષે ઈન્કમ ટેક્સ રિટર્ન ભરવાની છેલ્લી તારીખમાં કોઈ વધારો કરવામાં આવશે નહીં. એક વરિષ્ઠ સરકારી અધિકારીએ સ્પષ્ટતા કરી છે કે સરકાર માની રહી છે કે આ વખતે મોટાભાગના રિટર્ન છેલ્લી તારીખ પહેલા ફાઈલ થઈ જશે, તેથી તારીખ લંબાવવાની જરૂર નથી.

ઉલ્લેખનીય છે કે, મહેસૂલ સચિવના જણાવ્યા અનુસાર 20 જુલાઈ સુધી 2.3 કરોડ આઈટીઆર ભરાઈ ગયા છે અને તેમાં સતત વધારો થઈ રહ્યો છે. તેમણે કહ્યું કે પાછલા નાણાકીય વર્ષમાં લગભગ 5.9 કરોડ આઈટીઆર ભરાયા હતા. જો કે હવે દરરોજ 15થી 18 લાખ ITR ભરાઈ રહ્યા છે અને આવનારા સમયમાં તે વધીને 25થી 30 લાખ ITR થઈ જશે.

Related Post

Verified by MonsterInsights