Mon. Oct 7th, 2024

Ahmedabad: આજ સુધી નહીં પકડાયો હોય આવો બુટલેગર, દારૂના વેપાર માટે ઉપયોગ કરતો આ ટેક્નોલોજી

અમદાવાદ: અમદાવાદની ઝોન 5 સ્કવોડએ કુખ્યાત બુટલેગર અને ખાખીના મિત્ર તરીકે ઓળખાતા એવા બંસીની ધરપકડ કરી. જોકે બંસીની પૂછપરછમાં તેની બિઝનેસ સ્ટાઇલ જાણી પોલીસ પણ ચોકી ગઈ હતી. બંસી જૂની પુરાણી સ્ટાઈલથી નહીં પણ ટેક્નોલોજીના ઉપયોગ સાથે રીતસર કંપની ફોર્મેટમાં હિસાબ-કિતાબ રાખીને દારૂનો વેપાર થતો હોવાનું દારૂના ડીલર બંસીની ધરપકડમાં ખુલ્યું છે.

તે દારૂનો ધંધા કરવા માટે કોલ સેન્ટરમાં વપરાતી ‘જેક’ ટેક્નોલોજી વાપરતો હતો. લીસ્ટેડ બુટલેગર બંસી મારવાડી છેલ્લા ઘણા સમયથી દારૂનો મોટો વેપારી બની ગયો હતો. અનેક ગુનામાં વોન્ટેડ હોવાથી 14 વાહનો સાથે ઝોન 5 સ્કવોડ એ તેની ધરપકડ કરી હતી. જેની તપાસ હવે ઝોન 4 ડીસીપીની અધ્યક્ષતામાં મેઘાણી નગર પીઆઇને સોપાઈ છે.

બંસી ખાખી વર્ધિનો સાથ મેળવી દારૂનો મોટો ધંધો કરતા તપાસમાં કોઈ ખામી ન રહે તે માટે અન્ય અધિકારીને તપાસ સોપાઈ છે. જોકે તેની પૂછપરછમાં સામે આવ્યું કે તે ધંધાના હિસાબો પણ કંપની ફોર્મેટમાં રાખતો હતો. બંસી દારૂનો ધંધો કંપની ફોર્મેટ હિસાબ રાખતો. તે આવક-જાવકના હિસાબ અને ખરીદીની સાથે હાઈટેક ટેક્નોલોજીના ઉપયોગ પણ આ દારૂના વેપારમાં કરતો હતો. આ રેકેટમાં સંકળાયેલા વિસેક લોકોના નામ તપાસમાં સામે આવ્યા છે.

ગુજરાતમાં હાલ વિનોદ સિંધી સૌથી મોટો દારૂનો ડીલર હોવાનું મનાય છે. પણ અગાઉ કમલેશ ભૈયા સાથે સંકળાયેલા બંસી મારવાડીને હાલ કમલેશ ભૈયાની જગ્યા લઈને લતીફ જેવો બનવા તરફ આગળ વધી રહ્યો હતો અને તેને કેટલાક બેઇમાન પોલીસવાળા મદદ પણ કરી રહ્યા હોવાનું ચર્ચાઈ રહ્યું છે. એટલું જ નહીં એકાદ બે એજન્સીનો પણ તેને સાથ મળતા તે મોટો વેપારી બની ગયો.

આ બધાની વચ્ચે બંસીને અનેક લક્ઝુરિયસ કાર સાથે ઝડપી લેવામાં આવ્યો છે. બંસી અમદાવાદમાં દારૂનો માફિયા બની ગયો અને તેણે પૂર્વ વિસ્તારમાં કન્સ્ટ્રક્શન સાઇટ પણ ઉભી કરી હતી. પોલીસ કહે છે કે બંસી અમદાવાદમાં એક માત્ર દારૂનો ડીલર હતો. તે વિનોદ સિંધી પાસેથી દારૂ ખરીદતો અને અમદાવાદના અલગ અલગ લોકો મારફતે દારૂ સપ્લાય કરતો.

બંસીએ એક કંપની ફોર્મેટની જેમ દારૂનો વેપાર ચલાવતો હતો. જેનો વ્યવસ્થિત હિસાબ પણ લખતો હતો. જેમાં આવક ખર્ચ સહિતના હિસાબો પોલીસને મળ્યા છે. જેમાં દારૂ માટે ખરીદેલી ગાડીઓના હિસાબ તેની સાથે દારૂ પકડાય અને પછી કોઈ વાહન છોડીને જવું પડે તે ખર્ચનો પણ ઉલ્લેખ છે. તે કોને કેટલા રૂપિયા ચૂકવ્યા દરેક બાબતનો હિસાબ પોલીસને નામ સહિત મળ્યા છે જે હવે પોલીસની તપાસમાં બહાર આવશે.

બંસી અને તેના સાગરિતોને સીધા કોલ કરવાના બદલે voip સિસ્ટમનો ઉપયોગ કરતો હતો. તેની સાથે તેઓ કોલ સેન્ટરમાં જે રીતે વિદેશના નાગરિકને છેતરવા માટે જેક ટેક્નોલોજીનો ઉપયોગ કરે છે તેનો ઉપયોગ શરૂ કરી દીધો હતો. જેનાથી તેઓ કોઈને ફોન કરે તો અમેરિકા, કેનેડા, સિંગાપુરના નંબર ડિસ્પ્લે થતાં હતા. તેમજ કોઈ ટ્રેસ કરી શકતા ન હતા.

જોકે પોલીસ બેડાની ચર્ચા મુજબ ખાખીના સાથ વગર આ રીતે મોટા બુટલેગર બનવું અશક્ય છે તેમ બંસી પણ અનેક બેઇમાન પોલીસના સાથથી જ આ ધંધામાં આગળ વધ્યો. જેવો તે પોલીસ પકડમાં આવ્યો તુરંત જ તેનો વધુ એક માલ સ્ટેટ મોનીટરીંગ સેલે કણભામાંથી પકડ્યો.

લાખો રૂપિયાનો દારૂ પકડતા તેના ભાઈને તેણે આ કામ સોંપ્યું હોવાનું સામે આવતા હવે બંસી પર પણ વધુ કાર્યવાહી હાથ ધરી તેનું વર્ચસ્વ નાબૂદ કરવા પોલીસ પ્રયાસ કરી રહી છે. આ પ્રયાસ પાર પાડવા જ તપાસ અન્ય અધિકારીને સોંપી દેવાઈ. ત્યારે આવનારા સમયમાં આ લિકર માફિયા કેસમાં શું વધારે ખુલાસા થાય તે જોવાનું રહેશે.

Related Post

Verified by MonsterInsights