Mon. Oct 7th, 2024

Astronomy: વૈજ્ઞાનિકોને પૃથ્વીથી 90 પ્રકાશ વર્ષનાં અંતર પર એક નવા એક્સોપ્લેનેટ ની શોધ કરી આકાશમાં નવી ધરતીની શોધ

exoplanet : વૈજ્ઞાનિકોને પૃથ્વીથી 90 પ્રકાશ વર્ષનાં અંતર પર એક નવા એક્સોપ્લેનેટ ની શોધ કરી છે. આ અદ્ભૂત ગ્રહને જોયા બાદ અંદાજો લગાડવામાં આવી રહ્યો છે કે તેના પર ઘરતીની જેમ જ પાણીનાં વાદળ મળી શકે છે. આ એક્સોપ્લેનેટ આપણા નભ મંડળની બહારનો ગ્રહ છે. TOI-1231 b નામનો આ ગ્રહ 24 દિવસમાં પોતાના તારાની પરિક્રમા કરે છે.

ધરતી કરતા ઘણો મોટો આકાર છે

તેમણે બતાવ્યું કે આ ગ્રહનો આકાર આપણી પૃથ્વી કરતા ઘણો મોટો છે અને નેપ્ચ્યુન કરતા નાનો છે. એટલે જ આપણે તેને નેપ્ચ્યુન નામ આપી શકીએ છે. આ ગ્રહની શોધ પછી જ વૈજ્ઞાનિકોમાં ઘણો ઉત્સાહ છે. અગર અહીં ખરેખર પાણીનાં વાદળ મળી આવે છે તો માણસજાત માટે આ સૌથી મોટી શોધ બની શકે છે.

નાના અને ધીમા તારાની પરિક્રમા કરે છે આ એક્સોપ્લેનેટ

આ ગ્રહ આપણા સૂર્યની પરિક્રમા નથી કરતો બલકે એક લાલ અથલા તો એમ ટાઈપનાં લઘુ તારાની પરિક્રમા કરે છે. આ તારાને LNTT 24399 (NLTT 24399) માનથી ઓળખવામાં આવે છે. આ તારો સૂર્યછી ઘણો નાનો અને ધીમો પણ છે. આ ગ્રહની શોધ પર વિસ્તૃત અધ્યયન પણ કરવામાં આવી રહ્યું છે જેને ધ એસ્ટ્રોનોમિકલ જર્નલનાં અંકમાં પ્રકાશિત કરવાની યોજના પણ છે.

પૃથ્વીની સરખામણીએ 8 ગણો નજીક છે આ એક્સોપ્લેનેટ

આ પ્રોજેક્ટનાં આસિસ્ટન્ટ પ્રોફેસર ડાયના ડ્રૈગોમિરનાં જણાવ્યા પ્રમાણે TOI-1231 b પૃથ્વીની તુલનામાં સૂર્યનાં મુકાબલે પોતાના તારાથી આઠ ગણો નજીકમાં છે. જો કે તેનું તાપમાન પૃથ્વી જેવું જ છે. ઓછી ચમક અને ઠંડા તારાને લઈ આઠ ગણા નજીક હોવા છતા આ ગ્રહનું તાપમાન નથી વધી રહ્યું.

60 ડિગ્રી સેલ્સિયસ તાપમાન સૌથી સારો સંકેત

શોધકર્તાઓનું માનવું છે કે TOI-1231 b નું તાપમાન 140 ડિગ્રી ફેરનહાઈટ(60 ડિગ્રી સેલ્સિયસ) છે. આ પ્રકારનું તાપમાન આપણા વાયુમંડળનાં ભવિષ્યનાં અધ્યયન માટે અત્યાર સુધી ઉપલબ્ધમાંના એક્સોપ્લેનેટમાં સૌથી સારો માનવામાં આવે છે. આ ગ્રહ સકારાત્મક રીતે ઠંડો છે. એક્સોપ્લેનેટ જેટલો ઠંડો હશે તેના વાયુ મંડળમાં વાદળ હોવાની સંબાવના એટલી જ વધી જાય છે.

Related Post

Verified by MonsterInsights