સિવિલ પોલીસ અનુસાર વધતા અપરાધનો સામનો કરવા માટે 200થી વધુ પોલીસકર્મીઓએ ઓપરેશન શરૂ કર્યુ હતુ. બ્રાઝિલથી રિયો ડી જેનેરોમાં એક ગોળીબારીની ઘટનામાં પોલીસકર્મી સહિત 25 લોકોના મોતના સમાચાર સામે આવ્યા છે.
રિયો ડી જેનેરા બ્રાઝિલના સૌથી હિંસક રાજ્યોમાંથી એક છે અને તેના પર મોટાભાગનો કબજો ગુનેગારોના નિયંત્રણમાં છે, જેમાંથી ઘણા લોકો શક્તિશાળી નશા તસ્કર ગેંગ્સ સાથે જોડાયેલા છે.
શહેરના જકારેજિન્હો વિસ્તારમાં ઝુપડપટ્ટી-વસ્તીમાં એક પોલીસ ઓપરેશન દરમિયાન આ ઘટના બની છે. સિવિલ પોલીસે પુષ્ટિ કરી છે કે તેમના એક ઇન્સ્પેક્ટર આંદ્રે લિયોનાર્ડો દી મેલો ફ્રાયસનું મોત થયુ છે. ઓ ગ્લોબો અખબારનું કહેવું છે કે મેટ્રો ટ્રેનમાં બે યાત્રીકોને ગાળી વાગી છે જે ઈજાગ્રસ્ત છે.