DAHOD-દાહોદનાં ખરોડ ખાતે આગામી તા. ૨૦ એપ્રીલે યોજનારા પ્રધાનમંત્રીના કાર્યક્રમ સંદર્ભે વૈકલ્પિક રસ્તાઓ સહિતની વ્યવસ્થા કરાઇ

0 minutes, 2 seconds Read

દાહોદના ખરોડ ખાતે આગામી તા. ૨૦ એપ્રીલે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી પધારનાર છે. અહીંના ડોકી-ખરોડ ખાતે યોજનારા કાર્યક્રમમાં બે લાખ જેટલા નાગરિકો ભાગ લેશે. ત્યારે આ વિસ્તારમાં ટ્રાફિક નિયમન જળવાઇ રહે તેમજ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઇ રહે તે માટે કલેક્ટર ડો. હર્ષિત ગોસાવીએ એક જાહેરનામા થકી રસ્તાઓ માટેની વૈકલ્પિક વ્યવસ્થાના આદશો કર્યા છે. જે મુજબ આગામી તા. ૨૦ એપ્રીલે સવારના ૬ વાગેથી સાંજના ૮ વાગ્યા સુધી આ જાહેરનામાનો અમલ કરવાનો રહેશે.

👉ઇન્દોર થી અમદાવાદ જતા હાઇવે ઉપર બાંસવાડા તરફ જવાના નિર્દેશ કરતા બોર્ડથી આગળ સતી તોરલથી જમણી બાજુ જતા ઝાલોદ બાંસવાડા હાઇવેને આદિજાતિ મહાસંમેલનમાં ભાગ લેવા જનાર વાહનો સિવાયના તમામ વાહનોના ઉપયોગ માટે પ્રતિબંધિત રહેશે.

👉ઝાલોદથી દાહોદ, ગોધરા, ઇન્દોર તરફ આદિજાતિ મહાસંમેલનમાં ભાગ લેવા આવનાર વાહનો સિવાયના તમામ વાહનોએ લીમડીથી લીમખેડા થઇને ગોધરા-ઇન્દોર હાઇવે(એનએચ-૪૭) ને મળતા રસ્તાનો ઉપયોગ કરવાનો રહેશે.
👉ઇન્દોરથી લીમડી, ઝાલોદ, બાંસવાડા (રાજસ્થાન) તરફ જતા આમ જનતાના વાહનોએ ઇન્દોર-ગોધરા હાઇવે (એનએચ-૪૭)થી લીમખેડા જઇ લીમખેડાથી લીમડીવાળા રસ્તાનો ઉપયોગ કરવાનો રહેશે.
👉દાહોદ તાલુકા, ગરબાડા, જેસાવાડા, દેવગઢ બારીયા, લીમખેડા, ધાનપુર, પંચમહાલ, છોટા ઉદેપુર, વડોદરા ગ્રામ્ય તરફથી સતી તોરલ, કાળી તળાઇ થઇને આદિજાતિ મહાસંમેલનના સભાસ્થળ તરફ જતી ૧૯૫૦ બસો અને ૭૦૦૦ જેટલા ખાનગી વાહનો માટે સતી તોરલ હોટલથી ડોકી સબજેલ સુધીનો રસ્તો વન-વે રહેશે. આ વાહનોના ચાલકોએ ૪૦ કીમી પ્રતિ કલાકની ગતિમર્યાદામાં વાહન હાકવાનું રહેશે..
👉ઝાલોદ, લીમડી, ફતેપુરા, સીંગવડ એમ દાહોદ જિલ્લાના ચાર તાલુકા તથા મહીસાગર જિલ્લા તરફથી સભાસ્થળ તરફ આવનાર ૮૫૦ બસો અને ૪૦૦૦ જેટલા ખાનગી વાહનો માટે લીમડી થી ડોકી સબજેલ સુધીનો રસ્તો વન-વે રહેશે. આ વાહનોના ચાલકોએ ૪૦ કીમી પ્રતિ કલાકની ગતિમર્યાદામાં વાહન હાકવાનું રહેશે..
વન ચેતના કેન્દ્રથી જિલ્લા સેવા સદન પાસેથી ઝાલોદ બાયપાસ સુધી જતો રસ્તાને આમ જનતાના ઉપયોગ માટે પ્રતિબંધિત રહેશે.
👉ચોસાલા ત્રણ રસ્તાથી ઉકરડી, સાંકરદા, કાળી ગામ થઇને ડોકી તરફ જતો રસ્તો આમ જનતાના ઉપયોગ માટે પ્રતિબંધ રહેશે.
👉દાહોદ ટાઉનથી આદિજાતિ મહાસંમેલનના સભાસ્થળ પર જવા વાળા વાહનોએ ગોધરા રોડ રાબડાળ સતી તોરલ થઇને સભાસ્થળ પર જવાનું રહેશે
લીમડી-લીમખેડા રોડ ઉપર સીંગાપોર ઘાટીથી મુણદા, કાળીગામ થઇને ડોકી તરફ આવતો રસ્તો આમ જનતાના ઉપયોગ માટે પ્રતિબંધ રહેશે..
👉ડોકી સબજેલની દક્ષિણ દિશા બાજુ થઇને પટેલ ફળીયા, ડોકી ગામ તરફ જતો રસ્તો આમ જનતાના ઉપયોગ માટે પ્રતિબંધ રહેશે.
👉ડોકી સબજેલની સામે રેંટીયા ગામ તરફ જતા બંન્ને રસ્તાને વનવે જાહેર કરી આમ જનતાના ઉપયોગ પર પ્રતિબંધ રહેશે.
👉જિલ્લા સેવા સદનની સામે બોરવાણી તરફ જતો રસ્તો નાગરિકોના ઉપયોગ માટે પ્રતિબંઘ રહેશે.
👉આ જાહેરનામામાંથી અભ્યાસ અર્થે કે પરીક્ષા આપવા જતા વિદ્યાર્થીઓને મુક્તિ આપવામાં આવી છે. તેમજ આપતકાલીન સેવાઓ સાથે સંકળાયેલા વાહનો, ઇમરજન્સી વાહનો, એમ્બ્યુલન્સ, ગર્ભવતી મહિલાઓ અને ગંભીર બિમાર વ્યક્તિઓને લઇ જતા વાહનોને લાગુ પડશે નહી.

author

Shubham Agrawal

www.jantanews360.com એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page

Verified by MonsterInsights