આજે તારીખ 15 મી ઓગસ્ટ 2021 ના રોજ દાહોદ જિલ્લાના મુખ્યમથક દાહોદ ખાતે આમ આદમી પાર્ટીના જિલ્લા કાર્યાલય નો આમ આદમી પાર્ટીના દાહોદ જિલ્લાના પ્રમુખ ભાનુપ્રસાદ પરમારના નેતૃત્વમાં ઉદઘાટન કરી શુભારંભ કરવામાં આવ્યો હતો અને ૭૫ માં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી તથા જન સંવેદના મુલાકાત માટે આયોજન કરવામાં આવ્યું હતું
આ પ્રસંગે આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ સંગઠનમંત્રી જયેશભાઇ સંગાડા,મધ્ય ઉત્તર ઝોન મહિલા મોરચા પ્રમુખ તરુલતા બેન હઠીલા,દાહોદ જિલ્લા મહામંત્રી હાર્દિકભાઈ સોલંકી,દાહોદ શહેર પ્રમુખ સ્વપ્નિલ ભાભોર તથા તમામ જિલ્લા સમિતી તથા તાલુકા સમિતિના પ્રમુખ તથા આમ આદમી પાર્ટીના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા
.