આજે તારીખ 21 ઓગસ્ટ 2021 ના રોજ ફતેપુરા 129 મત વિસ્તારના ધારાસભ્ય રમેશભાઈ કટારાએ રક્ષાબંધન નિમિત્તે આંગણવાડીની બહેનો રાખડી બંધાવીને સાડીઓની ભેટ આપી હતી
ફતેપુરા તાલુકાના સુખસર ખાતે રક્ષાબંધન નિમિત્તે ધારાસભ્ય રમેશભાઈ કટારા ના અધ્યક્ષ સ્થાને આંગણવાડીની બહેનો સાથે કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં બહેનોએ ધારાસભ્યને રાખડી બાંધી હતી અને ધારાસભ્ય રમેશભાઈ કટારા દ્વારા તાલુકાની તમામ આંગણવાડી બહેનોને સાડી ની ભેટ અર્પણ કરી હતી તેમજ કોઈપણ સમસ્યા હોય તો તાત્કાલિક જાણ કરવી અમો તમારી રક્ષા કરીશુ એવી માહિતી આપી હતી. તેમજ કોરોના ની ત્રીજી લહેરને પહોંચી વળવા તમામ બહેનો પોતાના પરિવારની રક્ષા માટે રસીકરણ કરાવે તેવી અપીલ કરી હતી. આ કાર્યક્રમ રક્ષાબંધનના તહેવાર નિમિત્તે કરવામાં આવ્યો.