ફતેપુરા PSI સી.બી.બરંડા

DAHOD-શેરો ચોકડી પરથી પીછો કરી ને ફતેપુરા પોલીસે ભારતીય બનાવટના વિદેશી દારૂ સહિત રૂપિયા 285020 ના મુદ્દામાલ સાથે 2 ઈસમોને ઝડપી પાડયા 2 ઇસમો ફરાર

0 minutes, 1 second Read

શેરો ચોકડી પરથી પીછો કરી ને ફતેપુરા પોલીસે ભારતીય બનાવટના વિદેશી દારૂ સહિત રૂપિયા 285020 ના મુદ્દામાલ સાથે બે ઈસમોને ઝડપી પાડયા બે ઇસમો ફરારફતેપુરા PSI સી.બી.બરંડા

તારીખ 30 જુલાઈ 2021 એટલે કે આજરોજ ફતેપુરા પોલીસ મથકના પીએસઆઇ તથા સ્ટાફના માણસો પોલીસ કોન્સ્ટેબલ મુકેશકુમાર ઉદેશી કલ્પેશકુમાર ડાયાભાઈ તથા જીતેન્દ્રભાઈ ચુનિયા ભાઈ સાથે રાત્રે 2:15 થી 03:15 ના સમયગાળામાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન ફરતા ફરતા શેરો ચોકડી પાસે આવતા પી એસ આઇ સી બી બરંડા ને ખાનગી રાહે બાતમી મળેલ કે એક સફેદ કલરની swift ગાડી નંબર જીજે 17 બીએ 48 34 તથા એક પિકઅપ ડાલા માં અમુક ઇસમો ઇંગ્લિશ દારૂ લઇ રાજસ્થાન તરફથી કરમેલ ગામે થઈને મોટી શેરો ચાર રસ્તા તરફ આવી રહ્યા છે સદર બાતમીના આધારે પીએસઆઇ તથા સ્ટાફના માણસોએ શેરો ચોકડી ખાતે વોચ માં ઉભા રહેલ તે દરમિયાન ઉપરોક્ત વર્ણન વાળી swift ગાડી તથા પીકપ ડાલુ આવતા આડસ ઊભી કરી ગાડીઓ ઉભી રખાવતા સદર ગાડીઓ ના ચાલકે ગાડીઓ ઉભી રાખેલ નહીં અને પોતાની ગાડીયો ફુલ સ્પીડે હંકારી ત્યાંથી નાસી ગયેલ જેનો પીછો કરતા નાનાસરણાયા ગામે આવતા swift ગાડી ને ઓરવરટેક કરી સદર શિફ્ટ ગાડી ઉભી રખાવી દીધેલ અને પિકઅપ ડાલા નો ચાલક તેની ગાડી લઈને મહિસાગર જિલ્લાની હદમાં નાસી ગયેલ પકડાયેલ swift ગાડી માં જોતા બે ઈસમો બેઠેલા હતા અને ગાડી ચેક કરતા ગાડીમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ હતું જેથી સ્વિફ્ટ ગાડીના ચાલક ને નીચે ઉતારી તેનું નામ પુછતા તેણે પોતાનું નામ ગીરીશ ભાઈ ઉર્ફે કિરીટભાઈ છત્રસિંહ રાઠોડ રહેવાસી દેલોચ રાઠોડ ફળિયું તાલુકો મોરવાહડપ જીલ્લો પંચમહાલ તથા બાજુની સીટમાં બેઠેલા ઇસમનૈ નીચે ઉતારી તેનું નામઠામ પૂછતા તેને પોતાનું નામ પીન્ટુભાઇ છત્રસિંહ મુનિયા રહેવાસી રજાયતા તાલુકો મોરવાહડફ જીલ્લો પંચમહાલ હોવાનું જણાવ્યું હતું સદર પકડાયેલા ઈસમો પાસેથી ભારતીય બનાવટના વિદેશી દારૂ સહિત swift ગાડી તેમજ મોબાઈલો મળી ફુલ રૂ.285020 નો મુદ્દામાલ ઝડપી બે ઇસમોની ધરપકડ કરી છે જ્યારે ભાગી છૂટેલા પિકઅપ ડાલા વિશે પૂછતા તેઓએ જણાવેલ કે સદર પીકપ ગાડી પણ પોતાની છે અને તેમાં પણ પોતે જ ભારતીય બનાવટ નો ઇંગ્લિશ દારૂ ભરેલ હોય અને તે પીકપ ડાલુ પર્વતભાઈ અભેસિંહ રાઠોડ રેહવાસી દેલોચ રાઠોડ ફળિયું તાલુકો મોરવા જીલ્લો પંચમહાલ ચલાવતો હતો તથા તેની સાથે અશ્વિનભાઈ નરવતભાઈ મુનિયા રહેવાસી રજાયતા તાલુકો મોરવાહડફ જીલ્લો પંચમહાલ નું હોવાનું જણાવ્યું છે

author

Shubham Agrawal

www.jantanews360.com એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page

Verified by MonsterInsights