Antigen SPAG9 : રાષ્ટ્રીય પ્રતિરક્ષા વિજ્ઞાન સંસ્થાન દ્વારા વિક્સિત કરવામાં આવેલા એસપીએજી9 એન્ટીજનને એએસપીએજીએન આઈઆઈટીએમ ટ્રેડમાર્ક મળી ગયુ છે. બાયોટેક્નોલોજી વિભાગે આ વિશેની માહિતી આપી.
રાષ્ટ્રીય પ્રતિરક્ષા વિજ્ઞાન સંસ્થાન દ્વારા વિક્સિત કરવામાં આવેલા એસપીએજી9 એન્ટીજનને એએસપીએજીએન આઈઆઈટીએમ ટ્રેડમાર્ક મળી ગયુ છે. બાયોટેક્નોલોજી વિભાગે આ વિશેની માહિતી આપી. ભારતના પહેલા સ્વદેશી ટ્યુમર એન્ટીજન એસપીએજી9ની શોધ ડૉ.અનિલ સૂરીએ 1998માં કર્યુ હતુ. તેઓ બાયોટેક્નોલોજીના એનઆઈઆઈમાં કેન્સર અનુસંધાન કાર્યક્રમના પ્રમુખ છે.
હાલમાં એએસપીએજન આઈઆઈટીએમનો ઉપયોગ સર્વાઈકલ કેન્સર, ગર્ભાશયના કેન્સરમાં ડેંડ્રાઈકલ સેલ આધારિત ઈમ્યુનોથેરાપીમાં કરવામાં આવી રહ્યો છે. હવે તેનો ઉપયોગ સ્તન કેન્સરમાં પણ કરવામાં આવશે.
શું છે ઈમ્યુનોથેરાપી
ઈમ્યનોથેરાપી એક નવી જ વિદ્યા છે. તે કેન્સર સામે લડવા માટે શરીરની આંતરિક ક્ષમતાનો ઉપયોગ કરે છે. આના ઉપયોગથી શરીરની પ્રતિરક્ષા પ્રણાલીને વધારી શકાય છે અથવા તો ટી-કોષીકાઓને પ્રશિક્ષિત કરી શકાય છે, જેથી તે શરીરમાં ઝડપથી વિકાસ પામતી કેન્સર કોષિકાઓની ઓળખ કરીને તેને સમાપ્ત કરી શકે.
આ આંકડા ચોંકાવનારા છે
બાયોટેક્નોલોજીના જણાવ્યા પ્રમાણે કેન્સરથી ભારતમાં દર વર્ષે 8.51 ટકા લોકોના મોત થાય છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન પ્રમાણે દર 10 ભારતીયોમાંથી 1ને કેન્સર થશે અને 15 લોકોમાંથી એકનું મોત કેન્સરના કારણે થશે. માટે જ આ બિમારીને હરાવવા માટે અસામાન્ય શોધ અને ઉપચારની જરૂર છે. એક રિપોર્ટ પ્રમાણે ભારતની સ્ત્રીઓમાં 5 પ્રકારના કેન્સર સામાન્ય રીતે જોવા મળે છે. જેમાં સ્તન કેન્સર, સર્વાઈકલ કેન્સર અને ગર્ભાશયના કેન્સરનું પ્રમાણ વધુ છે.
સ્તન કેન્સર– તમામ કેન્સરના કેસોમાં સ્તન કેન્સરના દર્દી 27 ટકા છે. દર 28માંથી એક સ્ત્રીમાં આ કેન્સરની કોશિકાઓ વિકાસ પામી શકે છે. ગામડાંઓની વાત કરીએ તો 60માંથી 1 મહિલાને સ્તન કેન્સર થવાની શક્યતા છે. શહેરની સ્ત્રીઓમાં આ દર વધુ છે. દર 22માંથી 1 સ્ત્રીને સ્તન કેન્સર થવાની શક્યતા છે.
સર્વાઈકલ કેન્સર– સ્ત્રીઓમાં બીજા નંબરે થતા કેન્સરમાંનુ એક છે. ભારતીય મહિલાઓમાં કેન્સરના કેસોમાં સર્વાઈકલ કેન્સર આશરે 22.86% છે. આ કેન્સરનું જોખમ શહેરી કરતા ગામડાંઓની મહિલામાં વધુ જોવા મળે છે.
ગર્ભાશયનું કેન્સર– સ્ત્રી જ્યારે 35 વર્ષની ઉંમરે પહોંચે છે, ત્યારે ગર્ભાશયના કેન્સરનું જોખમ વધુ હોય છે. જે સ્ત્રીએ ક્યારે બાળકને જન્મ ન આપ્યો હોય અથવા તો 30 વર્ષની ઉંમર પછી બાળકને જન્મ આપ્યો હોય તેવી સ્ત્રીઓમાં ગર્ભાશયના કેન્સરની શક્યતા વધી જાય છે.
ડીસી આધારિત વેક્સિન
જે રોગીઓમાં એસપીએજી9 પ્રોટીન મળી આવશે, તેમનો ઈલાજ ડીસી-આધારિત વેક્સિનના ઉપયોગથી કરી શકાય છે. ડીસી આધારિત વેક્સિનમાં બિમાર વ્યક્તિના રક્તમાંથી મોનોસાઈટ્સ નામની કોશિકાઓને એકત્રિત કરવામાં આવે છે અને તેને ડેંડ્રાઈટિક કોશિકાઓના રૂપમાં પરિષ્કૃત કરવામાં આવે છે.
આ ડેંડ્રાઈટિક કોશિકાઓને એએસપીજીએનઆઈઆઈટીએમની સાથે જોડીને અનુકુળ કરવામાં આવે છે. કેન્સર કોશિકાઓને મારવા માટે શરીરમાં લડાકુ કોશિકાઓ અથવા તો ટી-કોશિકાઓની મદદ કરવા માટે બિમાર વ્યક્તિના શરીરમાં ફરીથી ઈન્જેક્શનના માધ્યમથી પહોંચાડી દેવામાં આવે છે. ઈમ્યુનોથેરાપી સુરક્ષિત અને સસ્તી છે તેમજ કેન્સર રોગીમાં એન્ટીટ્યૂમર પ્રતિરક્ષા પ્રતિક્રિયાઓ અને લાંબા સમય સુધી જીવંત રહેવામાં મદદ કરે છે.