Wed. Sep 18th, 2024

IPLની બાકીની મેચો આ મહિનામાં રમાડવા માટે BCCI કરી રહી છે વિચારણા

કોરોનાના વધતા સંક્રમણના કારણે આઈપીએલની બાકીની મેચો હાલ પુરતી ટાળી દેવામાં આવી છે.જોકે કોરોનાની સ્થિતિ કાબૂમાં આવી જાય તો ભારતનુ ક્રિકેટ બોર્ડ આ ટુર્નામેન્ટની બાકીની મેચો રમાડવા માટે ઉત્સુક છે.

બોર્ડના એક વરિષ્ઠ અધિકારીએ ન્યૂઝ એજન્સી સાથે વાત કરતા કહ્યુ હતુ કે, સપ્ટેમ્બર ઓક્ટોબરમાં ભારતમાં ટી-20 વર્લ્ડ કપનુ આયોજન થવાનુ છે.આ દરમિયાન જો ભારતમાં કોરોનાનુ સંક્રમણ કાબૂમાં આવી ગયુ હશે તો વર્લ્ડ કપ પહેલા બાકીની મેચોનુ આયોજન કરવા પર વિચારણા થઈ શકે છે.

ઉલ્લેખનીય છે કે, કોરોના સંક્રમણ વચ્ચે પણ આઈપીએલ રમાડવામાં આવી રહી હતી .ખેલાડીઓ માટેના બાયોબબલમાં પણ કોરોનાની એ્ન્ટ્રી થવાના પગલે ક્રિકેટરો અને સપોર્ટ સ્ટાફ સંક્રમિત થવા માંડ્યા હતા.જેના પગલે આઈપીએલની બાકીની મેચો નહીં રમાડવાનો નિર્ણય લેવાયો હતો.

બોર્ડના અધિકારીએ કહ્યુ હતુ કે, જો વર્લ્ડ કપ પહેલા ટુર્નામેન્ટની બાકીની મેચો રમાય તો ખેલાડીઓને પણ સારી તૈયારી કરવાનો મોકો મળશે.દરમિયાન ભારતીય ક્રિકેટ બોર્ડ બાકીની મેચો ઈંગ્લેન્ડમાં રમાડવા અંગેના વિકલ્પ પર પણ વિચાર કરી રહ્યુ છે.

ભારત જુન મહિનામાં વર્લ્ડ ટેસ્ટ ક્રિકેટ ચેમ્પિયનશીપની ફાઈનલ ઈંગ્લેન્ડમાં રમવાનુ છે .બોર્ડ અધ્યક્ષ સૌરવ ગાંગુલી અને સેક્રેટરી જય શાહ ટીમની સાથે ઈંગ્લેન્ડ જવાના છે.જ્યાં આ વિકલ્પ પર ચર્ચા થશે.

Related Post

Verified by MonsterInsights