મહારાષ્ટ્ર માં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 15169 નવા કેસ નોંધાયા છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસને કારણે 285 લોકોનાં મોત નીપજ્યાં છે. રાહતની વાત એ છે કે નવા કેસની તુલનામાં લગભગ બમણા લોકો સાજા થયા છે. મંગળવારની તુલનામાં રાજ્યમાં કોરોના વાયરસના નવા કેસોમાં થોડો વધારો થયો છે.
આરોગ્ય વિભાગ દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, બુધવારે માં 29,270 લોકો કોરોનાથી સાજા થયા છે. આ સાથે રાજ્યમાં કોરોના વાયરસનો રિકવરી રેટ 94.54 ટકા પર પહોંચી ગયો છે. રાજ્યમાં હાલમાં 1687643 લોકો ઘરે આઇસોલેશનમાં સારવાર લઇ રહ્યા છે. જ્યારે 7418 લોકો સંસ્થાકીય આઇસોલેશનમાં છે. મંગળવારે રાજ્યમાં કોરોના વાયરસના 14,123 નવા કેસ નોંધાયા હતા જ્યારે 477 લોકોએ જીવ ગુમાવ્યો હતો.
આ સાથે જ બોમ્બે હાઈકોર્ટે બુધવારે કહ્યું હતું કે, જો કેન્દ્ર દ્વારા મહારાષ્ટ્રમાં મોકલવામાં આવેલ કોઈપણ વેન્ટિલેટર ખામીયુક્ત છે, તો તેને બદલવું જોઈએ. કોર્ટે ભારપૂર્વક જણાવ્યું હતું કે તે કોરોના દર્દીઓ પર આવા વેન્ટિલેટરનો ઉપયોગ કરવાની મંજૂરી આપી શકાતી નથી કારણ કે મોટા પાયે રીપેર કરાયેલા વેન્ટિલેટર દર્દીને મૃત્યુ તરફ દોરી શકે છે.
હાઈકોર્ટની ઔરંગાબાદ બેંચના જસ્ટીસ આર.વી. ગુજ અને જસ્ટીસ બી.યુ. દેબદ્વારે કોરોના રોગચાળાને લગતી વિવિધ બાબતો પર દાખલ અરજીઓની સુનાવણી દરમિયાન આ કહ્યું હતું. રાજ્ય સરકાર તરફથી હાજર રહેલા વકીલ ડી.આર. કાલેએ કોર્ટને ગયા અઠવાડિયે કહ્યું હતું કે મરાઠાવાડાની હોસ્પિટલોમાં કેન્દ્ર દ્વારા પૂરા પાડવામાં આવતા 100 થી વધુ વેન્ટિલેટર ખામીયુક્ત છે અને તેથી તેનો ઉપયોગ કરી શકાતો નથી.