શહેર ગ્રામ્યમાં કોરોનાના કેસમાં દિનપ્રતિદિન ઘટાડો થઇ રહ્યો છે. શહેરની સાથે ગ્રામ્ય વિસ્તારમાં છેલ્લા 24 કલાકમાં 100 દિવસ બાદ 100થી અંદર માત્ર 89 જેટલા કેસો નોંધાયા છે.
surat : કોરોનાના કેસમાં દિનપ્રતિદિન ઘટાડો થઇ રહ્યો છે. શહેર ગ્રામ્ય વિસ્તારમાં છેલ્લા 24 કલાકમાં 100 દિવસ બાદ 100થી અંદર માત્ર 89 જેટલા કેસો નોંધાયા છે. આ સાથે જ કુલ કેસની સંખ્યા 1,42,319 કેસ નોંધાયા છે. તમામ ઝોનમાં કોરોનાના 15 થી ઓછા કેસ નોંધાયા છે. શહેર ગ્રામ્યમાં મળીને કોરોનાની સારવાર લઈને 191 દર્દી ઘરે પરત ફર્યા છે. તો 2 દર્દીનું કોરોનામાં મોત થયું છે.
શહેરમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના કેસનો આંકડો 89 નોંધાયો હતો. તે જ પ્રમાણે મ્યુકરમાઇકોસીસ ની વાત કરીએ તો શહેરની સિવિલ અને સ્મીમેર હોસ્પિટલમાં નવા બે કેસ સામે આવ્યા છે. બંને સરકારી હોસ્પિટલમાં મળીને 14 સર્જરી કરવામાં આવી હતી. નવી સિવિલ હોસ્પિટલમાં મ્યુકરમાઇકોસીસ ના એક દર્દીનું મોત થયું છે.
નોંધનીય છે કે, રાજ્યમાં 10 જૂનના રોજ કોરોનાના નવા 695 કેસો નોંધાયા છે અને છેલ્લા 24 કલાકમાં કોરોનાને કારણે 11 દર્દીઓના મૃત્યુ થયા છે. આ સાથે જ રાજ્યમાં કોરોનાના કુલ કેસોની સંખ્યા 8,18,895 થઇ છે અને મૃત્યુઆંક 9976 થયો છે.
રાજ્યમાં 10 જૂનના રોજ કોરોનાથી સાજા થયેલા કુલ 1505 દર્દીઓને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આ સાથે જ રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 7,96,208 દર્દીઓને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. રાજ્યમાં હાલ રીકવરી રેટ વધીને 97.23 ટકા જેટલો થયો છે. રાજ્યમાં હાલ એક્ટીવ કેસ ઘટીને 12,711 થયા છે, જેમાં 316 દર્દીઓ વેન્ટીલેટર પર છે જયારે 12,395 દર્દીઓની સ્થિતિ સ્થિર છે