રાષ્ટ્રપતિ ભવન સ્થિત મુગલ ગાર્ડનનું નામ બદલીને હવે અમૃત ઉદ્યાન કરવામાં આવ્યું છે. અમૃત મહોત્સવ અંતર્ગત આ બગીચાનું નામ બદલવામાં આવ્યું છે. અમૃત ઉદ્યાનમાં ટ્યૂલિપ્સની 12 જાતો છે. હવે આ ગાર્ડન પણ દર વર્ષની જેમ સામાન્ય લોકો માટે ખુલવા જઈ રહ્યો છે, જ્યાં લોકો ટ્યૂલિપ્સ અને ગુલાબ જોઈ શકશે.
દર વર્ષે અમૃત ઉદ્યાન (મુગલ ગાર્ડન) સામાન્ય લોકો માટે ખોલવામાં આવે છે, જે આ વર્ષે ૩૧ જાન્યુઆરીના રોજ ખોલવામાં આવશે અને ૨૬ માર્ચ સુધી એમ બે મહિના માટે ખુલ્લું રહેશે. બગીચાના ઉદઘાટનનો સમય સવારે 10 થી સાંજના 4 વાગ્યા સુધીનો રહેશે. તથા આ ગાર્ડનમાં 28 માર્ચે ખેડૂતો માટે, 29 માર્ચે દિવ્યાંગો માટે અને 30 માર્ચે પોલીસ અને સેના માટે વિશેષરૂપે ખોલવામાં આવશે. આ ગાર્ડન સવારે 10 થી બપોરે 12 વાગ્યા સુધી કુલ 7500 લોકો માટે ટિકિટ ઉપલબ્ધ રહેશે. ત્યાર બાદ 12 થી 4 વાગ્યા સુધી 10 હજાર લોકોને એન્ટ્રી મળશે. તે રાષ્ટ્રપતિ ભવનમાં ઉદ્યાન ભવન જેવું હશે.
અમૃત ઉદ્યાનમાં 12 પ્રકારના ખાસ પ્રકારના ટ્યૂલિપ ફૂલોનું વાવેતર કરવામાં આવ્યું છે. સાથે જ 120 પ્રકારના ગુલાબ અને 40 સુગંધિત ગુલાબ છે. બગીચામાં આકર્ષણ માટે સેલ્ફી પોઈન્ટ તથા ફૂડ કોર્ટ પણ કાર્યરત રહેશે. જેમાં મુલાકાતીઓ QR કોડથી છોડની જાતો વિશેની માહિતી મેળવી શકશે.