Wed. Sep 18th, 2024

UP: 19 વર્ષીય યુવતી સાથે ગેંગરેપ, મિત્રો સાથે જઈ રહી હતી પીડિતા, 2 આરોપીઓની ધરપકડ

ઉત્તર પ્રદેશના બરેલી જિલ્લામાં 6 યુવકોએ એક 19 વર્ષીય યુવતીને સામૂહિક દુષ્કર્મનો ભોગ બનાવી હતી. સામૂહિક દુષ્કર્મના આ કેસમાં ઈજ્જતનગર પોલીસને મોટી સફળતા હાથ લાગી છે. પોલીસે આ કેસના 6 પૈકીના 2 આરોપીઓની ધરપકડ કરી છે અને બાકીના લોકોની તપાસ ચાલુ છે. તે પૈકીના એક આરોપીની પોલીસે અથડામણ દરમિયાન ધરપકડ કરી હતી.

પોલીસ સાથેની અથડામણમાં 22 વર્ષીય આરોપી વિશાલને પગમાં ગોળી વાગી છે. તે સિવાય અન્ય જગ્યાથી પકડાયેલા બીજા આરોપીનું નામ અનુજ પટેલ છે અને તે 23 વર્ષનો છે. આ કેસના અન્ય 4 આરોપીઓ હાલ ફરાર છે અને પોલીસની અનેક ટીમ તેમને શોધી રહી છે.

 

દુષ્કર્મની આ ઘટના 31 મેના રોજ બની હતી. યુવતી પોતાના 2 મિત્રો સાથે જઈ રહી હતી તે સમયે અડધો ડઝન બદમાશોએ તેમને ઘેરી લીધા હતા અને દુષ્કર્મની ઘટનાને અંજામ આપ્યો હતો. પોલીસના સ્ટેટમેન્ટ પ્રમાણે યુવતીએ તે સમયે સંકોચના કારણે કોઈ એફઆઈઆર નહોતી નોંધાવી અને ઘરનાઓથી આ વાત છુપાવી હતી.

બાદમાં તે ખૂબ પરેશાન રહેતી હોવાથી ઘરનાઓએ પુછપરછ કરી હતી અને 5 મેના રોજ યુવતીએ 6 યુવકો વિરૂદ્ધ ગેંગરેપનો કેસ નોંધાવ્યો હતો. પોલીસના કહેવા પ્રમાણે યુવતીનું મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું છે અને આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે. રવિવારે 2 આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી હતી અને બાકીના આરોપીઓને શોધવા તપાસ ચાલી રહી છે.

Related Post

Verified by MonsterInsights