Sat. Dec 7th, 2024

Viral Video : પોતાના માલિક સાથે યોગ કરતા ડોગનો વીડિયો વાયરલ

એક કૂતરાનો વીડિયો લોકોને ભરપૂર મનોરંજન પૂરું પાડી રહ્યો છે અને લોકો માટે ચર્ચાનો વિષય બની ગયો છે.

તમે આ વાત ક્યારેય તો સાંભળી જ હશે કે ચિત્તાની ઝડપી દોડ અને બાજની નજર પર ક્યારેય પણ શંકા વ્યક્ત ન કરવી, પરંતુ આ વાત કૂતરાની સમજદારીની વાત કર્યાં વગર પૂરી થતી નથી. કહેવાનો અર્થ એ છે કે ચિત્તાની ઝડપ અને બાજની નજરની જેમ આ કૂતરાની સમજદારી પર શંકા કરનારા લોકોને મૂરખ ગણવામાં આવે એવો એક અદભૂત વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.

હાલમાં એક કૂતરાનો વીડિયો લોકોને ભરપૂર મનોરંજન પૂરું પાડી રહ્યો છે અને લોકો માટે ચર્ચાનો વિષય બની ગયો છે. એમ તો તમે ઘણી વાર લોકોને યોગ કરતાં જોયાં છે પરંતુ કોઈ દિવસ કૂતરાને યોગ કરતાં જોયો છે? જો તમારો જવાબ “ના” હોય તો હાલમાં આવો જ એક વિડિયો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે.

વિડિયોમાં તમે જોઈ શકો છો કે એક કૂતરો એની માલિક સાથે અલગ અલગ પ્રકારના આસન કરી રહ્યો છે. આ મહિલા જે જે આસન કરે છે એ જ આસન કૂતરો પણ કરી રહ્યો છે. કૂતરાને આ રીતે યોગાસન કરતો જોઈને લોકોને આશ્ચર્ય થઇ રહ્યું છે અને પોતાના પ્રતિભાવો કોમેન્ટ દ્વારા આપે છે.

તમારી જાણકારી માટે જણાવી દઇએ કે આ વીડિયો ટ્વિટર પર યૂઝર @RexChapman એ શેયર કર્યો છે. સાથે જ તેમણે કેપ્શનમાં લખ્યુ છે કે સાચે આ ડોગ યોગ કરી રહ્યો છે.

Related Post

Verified by MonsterInsights