Mon. Nov 11th, 2024

અમેરિકાની સ્પેસ એજન્સી NASAના કેપલર સ્પેસ ટેલિસ્કોપથી મળેલા ડેટાની મદદથી વૈજ્ઞાનિકોની ટીમે એક મહત્વપૂર્ણ શોધ કરી

અમેરિકાની સ્પેસ એજન્સી NASAના કેપલર સ્પેસ ટેલિસ્કોપથી મળેલા ડેટાની મદદથી વૈજ્ઞાનિકોની ટીમે એક મહત્વપૂર્ણ શોધ કરી છે. તેમને પાંચ જોડિયા તારા સિસ્ટમ મળ્યા છે અને ખાસ વાત એ છે કે દરેકમાં એક ગ્રહ એવો છે, જ્યાં જીવનની સંભાવના દેખાય છે.

યૂનિવર્સિટી ઓફ ઇલિનૉઈના વૈજ્ઞાનિકોએ કેપલર ડેટાનો ઉપયોગ કરી એક નવી રીતની શોધ કરી છે. તેનાથી આવા સિસ્ટમને શોધી શકાય છે, જેમાં બે તારાઓ હોય અને પાસે ધરતી જેવો ગ્રહ જ્યા જીવન સંભવ લાગે.

કેવા છે આ ગ્રહ?

રિસર્ચર્સે Kepler Mission પર મળેલા 9 સિસ્ટમ્સના તારાઓ અને ગ્રહોને રહેવા લાયક ક્ષેત્ર હોવાના આસારને સ્ટડી કરાઇ છે. તેમાંથી જે સિસ્ટમ્સની પસંદગી તેમણે કરી છે, તેમાં એક વરુણ આકારનું ગ્રહ છે. તેના માટે Kepler 34, 35, 38, 64 અને 413ની પસંદગી કરાઈ છે. તેમાંથી 38ને પૃથ્વી જેવા માનવામાં આવે છે. તેના એક તારાનું દ્રવ્યમાન સૂર્યના 95% છે અને નાના તારાનું દ્રવ્યમાન સૂર્યના 25% છે. તે Lyra તારામંડમાં છે. હજી સુધી, એક ગ્રહ તેની ભ્રમણ કરતો જોવા મળ્યો છે, પરંતુ એવી ધારણા છે કે આવા વધુ ગ્રહો હશે.

વધુ તારાથી શું ફરક પડશે?

આ તમામ સિસ્ટમ્સમાં એવું જીવનલાયક ક્ષેત્ર છે, જ્યા તારાઓ પર ગુરુત્વાકર્ષણની નકારાત્મક અસર નહીં થાય. Kepler-64માં ખડકાળ ગ્રહ પર જીવનની સંભાવના છે. સૂર્યની આજુબાજુની પૃથ્વીની કક્ષા લંબગોળ છે, જે આપણને લગભગ સમાન રેડિએશન આપે છે, પરંતુ તે ગ્રહો માટે નથી જ્યાં બે સૂર્ય છે. અહીં બંનેથી રેડિએશન અને ગુરુત્વાકર્ષણની અસર પડે છે.

જીવન કેટલુ શક્ય?

ટીમે બંને તારાઓના સમૂહ, તેમની તેજ અને સિસ્ટમના આધારે જ ગ્રહોની પોઝિશનના આધારે નક્કી કર્યું છે કે આ ગ્રહો પર જીવન કેટલુ શક્ય છે. અહીં જોવામાં આવ્યું છે કે પાણીની સંભાવના ક્યા છે. Kepler-38 સિસ્ટમમાં પૃથ્વી જેવો તારો અને એક નાનો તારો પણ છે. તે પૃથ્વીથી 3970 પ્રકાશ વર્ષ દૂર છે અને મોટા તારાની પરિક્રમા કરતું વરુણ જેવા આકારનું ગ્રહ પણ મળ્યું છે.

Related Post

Verified by MonsterInsights