Wed. Sep 18th, 2024

આવતા વર્ષે દેશમાં કોરોનાની ત્રીજી લહેર આવે તેવી સંભાવના…!!!

• ઓક્ટોબર સુધીમાં બાળકો માટે રસી આવવાની સંભાવના છે.
• બૂસ્ટ ડોઝ પર પણ કામ ચલી રહ્યું છે.

હાલમાં કોરોનાની બીજી લહેરનો સામનો કરી રહ્યા દેશની સામે ત્રીજી લહેરનો ભય પણ લાગી રહ્યુ હોય તેમ લાગે છે. વડા પ્રધાનના વૈજ્ઞાનિક સલાહકાર કે. કે. વિજયરાઘવને કોરોનાની ત્રીજી લહેરની આગાહી કરી છે ત્યારથી તેઓ જાહેર મંચને સંબોધન કરતા જોવા મળ્યા નથી. જો કે, કોરોનાના મ્યુટેશન પર કામ કરતા જીનોમિક્સ નિષ્ણાંત અને IGIBના ડિરેક્ટર અનુરાગ અગ્રવાલે પણ જણાવ્યું છે કે હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, ત્રીજી લહર આવવાની સંભાવના નિશ્ચિચ છે. આ ત્રીજી લહેર બાળકોથી લઈને દરેક માટે જોખમી બની શકે છે. આ સંકટના સામનો કરવા માટે આપણે બૂસ્ટ ડોઝ માટે તૈયાર રહેવું પડશે.શ્રી બકૌલ અગ્રવાલના જણાવ્યા મુજબ, દેશમાં ત્રીજી લહેર પછી ચોથી અને આગળ પણ કોરોના લહેરો પાછી આવી શકે છે. કેન્દ્ર અને રાજ્ય સરકારોએ આવા મહામારી સંકટ સામે તૈયાર રહેવું જ પડશે. તેઓ કહે છે કે કોરોના વાયરસનું મ્યુટેશન અને સંક્રમણનો પ્રસાર એ તેની પ્રકૃતિ છે, તેથી તે વધુ નુકસાન પહોંચાડી શકે છે.

 

બુસ્ટ ડોઝ ઓક્ટોબરથી નવેમ્બર સુધી તૈયાર થઈ શકે છે.

કેન્દ્ર સરકારના ટાસ્ક ફોર્સ અને આરોગ્ય મંત્રાલયના અધિકારીઓએ કહ્યું છે કે કોરોના રસીનો ત્રીજો બૂસ્ટ ડોઝ તૈયાર કરવાનું કાર્ય ઝડપથી ચાલી રહ્યું છે. આ બૂસ્ટ ડોઝ ઓક્ટોબર-નવેમ્બર સુધીમાં તૈયાર થવાની સંભાવના છે. જેનોમિક્સના વૈજ્ઞાનિક અનુરાગ અગ્રવાલ કહે છે કે બ્રિટન અને દક્ષિણ આફ્રિકાના મ્યુટેન્ટ ભારતમાં મળી આવ્યા છે. તેમના દેશમાં વાયરસ ઘણા સ્વરૂપોમાં મ્યૂટેંટ થયા છે. ઘણા મ્યુટેન્ટ ખૂબ જીવલેણ નથી હોતા, પરંતુ તે ઘાતક હોય છે તેના માટે ખાસ પ્રકારની સાવધાની રાખવી જોઈએ. આ સંકટને દૂર કરવા માટે, વાયરસની ઓળખ, રસીકરણ, ફક્ત સારવારથી નિયંત્રિત કરી શકાય છે.

નેશનલ કોવિડ ટાસ્ક ફોર્સ, ICMRના અધ્યક્ષ ડો. એન. કે. અરોરા કહે છે કે, અમારી બધી ટીમો વાયરસ પર નજર રાખવા માટે કામ કરી રહી છે. ગામડાથી લઈને દિલ્હી સુધી વાયરસ સંક્રમણ ઉપર નજર રાખવામાં આવી રહ્યું છે. કેન્દ્ર સરકારના વૈજ્ઞનિકો અને અધિકારીઓ કહે છે કે કોવિડની ત્રીજી લહેર આવતા વર્ષે જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં થવાની સંભાવના છે. આ પહેલા, લોકોએ ઓક્ટોબર-નવેમ્બર સુધીમાં ત્રીજી બૂસ્ટ ડોઝ લેવાનું શરૂ કરવું જોઈએ.

અમેરિકાની ફાઈઝર બૂસ્ટર ડોઝ આવી ગઈ છે.

અમેરિકાની ફાઈઝર કંપનીની બૂસ્ટર ડોઝ પણ આવી ગઈ છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે વિશ્વના તમામ દેશોએ વાયરસ, તેના મ્યુટેંટના જીવલેણતાને ધ્યાનમાં રાખીને આ માટે તૈયારી કરવી પડશે.

બાળકોમાં કોરોના સંક્રમણનું પ્રમાણ વધતું જણાય છે.

અહેવાલ અનુસાર જણાયું છે કે ગયા વર્ષે, પ્રથમ કોરોના લહેરમાં 200 બાળકોમાંથી એક બાળકને કોરોના સંક્રમણના થયો હતો, પરંતુ વૈજ્ઞાનિકોને આવી કોઈ માહિતી મળી નથી. આ વખતે, બીજી લહેરમાં 400 માંથી ચાર બાળકો સંક્રમિત થયા હોય તેવી માહિતી પ્રાપ્ત થઈ છે. સ્વાસ્થ્યને લગતી માહિતી આપતા કહેવામાં આવે છે કે ત્રીજી લહેરમાં બાળકોથી માંડીને વડીલો સુધીના દરેકને વાયરસનું સંક્રમણ થવાની સંભાવના છે. તેથી, વાયરસના જોખમને સમજતી વખતે જાગ્રત રહેવું મહત્વપૂર્ણ છે.

Related Post

Verified by MonsterInsights