હાલમાં આપણે ઘણા કિસ્સાઓ જોતા હોઈએ છીએ અને સોશિયલ મીડિયા પર પણ વાયરલ થતા હોય છે કે અમુક મહિલાઓને નોકરી કે કોઈ પણ જગ્યાએ કામ કરવા જાય તો પણ બાળકોની સંભાળ રાખવી પડે છે.
તેવો જ કિસ્સો યુપીના પ્રયાગરાજમાં રહેતી સૌમ્યા પાંડે સાથે થયો હતો. સૌમ્યા પાંડે વિષે બધા લોકોનું એવું કહેવું છે કે બાવીસ દિવસ પહેલા જ માતા બની હતી તો પણ સૌમ્યા પોતાના કામની જવાબદારીઓ સંભાળતી હતી.
સૌમ્યાના ઘરમાં કોઈ સભ્ય ન હતું કે તેની નવજાત બાળકીને ઘરમાં કોઈ ધ્યાન રાખી શકે એટલે આ કારણ થી જ સૌમ્યાને તેની બાવીસ દિવસની બાળકીને લઈને ઓફિસમાં જવું પડતું હતું. આથી સૌમ્યનું આ કામ જોઈને લોકો તેની પ્રશંસા કરી રહ્યા હતા.
આથી સૌમ્યા પાંડે ૨૦૧૭માં મહિલા આઈએએસ અધિકારી બની હતી અને મોતીનગર તહસીલ ગાઝિયાબાદમાં એસડીએમ તરીકે ફરજ બજાવતી હતી. તો પણ સૌમ્યા એ મુશ્કેલ સમયમાં પણ તેને પોતાના કામ પ્રત્યે સખત મહેનત કરી હતી.
ખરેખર આવા સમયમાં મહિલાઓ માટે વધારે પડતું કામ કરવું મુશ્કેલ પડતું હતું તો પણ આ એક વર્કિંગ વુમન અને માતા હોવાના કારણે તે બંને કામોમાં પોતાની ફરજ નિભાવી રહી હતી. આથી આપણા દેશમાં ખરેખર આવી માતાઓને સલામ છે કે આવી મુશ્કેલ પરિસ્થિતિમાં પણ તેમનુ કામ કરીને બાળકોની સંભાળ રાખે છે.