ઇતિહાસમાં પહેલી વાર : મક્કાના કાળા પથ્થરની હાઇડેફિનેશન તસ્વીર આવી સામે – સાઉદી સરકારે પ્રકાશીત કરી – આ ફોટો તૈયાર કરવામાં 50 કલાકનો સમય લાગ્યો

0 minutes, 1 second Read

ઈતિહાસમાં પ્રથમ વખત સાઉદી વહીવટી તંત્રે મુસ્લિમોનો પવિત્ર સ્થળ સાઉદી અરેબિયાના મક્કામાંથી કાળા પથ્થરની તસવીરો બહાર પાડી છે. આ કાળા પથ્થરને અરેબી ભાષામાં અલ-હઝાર અલ-અસદ કહેવામાં આવે છે. તેનો અર્થ સિયા અથવા કાળો પથ્થર છે. આ ફોટોગ્રાફ્સ ખાસ પ્રકારના કેમેરા દ્વારા લેવામાં આવ્યા હતા. 49 હજાર મેગાપિક્સલના આ ફોટોગ્રાફ્સ તસ્વિરને ડેવલપ કરવામાં લગભગ 50 કલાકનો સમય લાગ્યો છે.

મસ્જિદના વહીવટીતંત્રે આ માટે તેની એન્જિનિયરિંગ એજન્સીની મદદ લીધી હતી. આ સમય દરમિયાન 49 મેગાપિક્સલનાં કેમેરા સાથે 1050 ફોટોગ્રાફ્સ કેપ્ચર કરવામાં આવ્યાં હતાં. આ કેપ્ચર્સમાં 7 કલાકનો સમય લાગ્યો. આ માટે ફોકસ સ્ટેકીંગ ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ ફોક્સ સ્ટોકિંગ ટેક્નોલોજી વિવિધ એંગલથી લેવામાં આવેલી છબીઓને જોડે છે અને પછી તેમાંથી ઉચ્ચ ગુણવત્તાવાળા ફોટોગ્રાફ્સ બનાવે છે.

ઓક્સફર્ડ યુનિવર્સિટીના ઇસ્લામિક સ્ટડીઝના સંશોધનકર્તા આફિતી અલ-અકીતીએ કહ્યું કે – હું સમજુ છે કે, આ પથ્થર ખરેખર કાળો નથી. આ પહેલીવાર છે જ્યારે આ પથ્થરનો ફોટા મેગ્નીફાઈ કરીને લીધેલ છે. હવે આ કાળા પત્થરને ખૂબજ નજીકથી અને વ્યક્તિગત રીતે જોઈ શકાય છે.

ઇસ્લામિક ધર્મમાં મક્કા સ્થિત આ પત્થરને ચુંબન કરવાની પરંપરા છે. આ પથ્થર મસ્જિદની પૂર્વ તરફ છે અને શુદ્ધ ચાંદીની બોર્ડરથી ઘેરાયેલ છે. પરિક્રમા દરમિયાન હજ યાત્રિકો આ પત્થરને બોસા (ચુંબન) લેવાનો પ્રયાસ કરે છે. જો કે, લાખો શ્રદ્ધાળુઓની ભીડ હોવાના કારણે, દરેક હાજી માટે આ શક્ય નથી. તેથી, દૂરથી ઈસારો કરીને તેઓ ચુંબન કરવાનો રિવાજ પૂરો કરે છે. કોરોનાવાયરસ દ્વારા બે વર્ષથી હજ યાત્રા પર અસર થઈ છે.

ઇસ્લામિક સ્ટડીઝના સંશોધનકાર આફિતી અલ-અકીતી અમેરિકન ચેનલ સીએનએન સાથેની વાતચીતમાં કહે છે – મને લાગે છે કે આ પથ્થર પહેલા સફેદ હતો. એવું માની શકાય છે કે મોટી સંખ્યામાં લોકોનો સ્પર્શ કરવાથી તેનો રંગ કાળો થઈ ગયો છે

author

Shubham Agrawal

www.jantanews360.com આ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Verified by MonsterInsights