કોરોના વાયરસ ની બીજી વેવ છત્તીસગઢ ના જનજાતિ વિસ્તારો માટે સરકાર તરફથી એક અજીબોગરીબ જાહેરાત કરવામાં આવી છે. આદેશમાં કહેવામાં આવ્યું છે કે ગોરેલ્લા-પેંડ્રા-મરવાહી જિલ્લામાં પણ અધિકારીઓ અથવા કર્મચારીઓ વેક્સીન નહી લગાવે તેને જૂન મહિનાની સેલરી આપવામાં નહી આવે. આ આદેશ જનજાતિ વિકાસ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવ્યો છે.
વેક્સીનેશન માટે અજીબોગરીબ આદેશ
ધ ન્યૂ ઇન્ડીયન એક્સપ્રેસમાં છપાયેલા સમાચાર અનુસાર કર્મચારીઓએ ડિસ્ટ્રિક્ટ કલેક્ટરમાં રેકોર્ડ માટે કોવિડ વેક્સીનેશન કાર્ડ ની કોપી સબમિટ કરવી પડશે. ત્યારબાદ તેની સેલરી આવશે.
અટકાવવામાં આવશે જૂન મહિનાનો પગાર
જનજાતિ વિકાસ વિભાગના આસિસ્ટન્ટ કમિશ્નર એસ.મસરામે કહ્યું કે જે લોકોએ વેક્સીન ન લગાવવામાં આવે, તેમની જૂન મહિનાની સેલરી અટકાવવામાં આવશે. તેના માટે કર્મચારી પોતે જવાબદાર હશે. આ આદેશ તાત્કાલિક પ્રભાવથી લાગૂ કરવામાં આવ્યો છે.
આદેશના પક્ષમાં આપવામાં આવી દલીલ
તેમણે આગળ કહ્યું કે દરેકે આ આદેશના પરિણામ વિશે વિચારવું જોઇએ. લગભગ 90 ટકાથી વધુ કર્મચારી પહેલાં જ વેક્સીન લગાવી ચૂક્યા છે. અમારો ઉદ્દેશ્ય સરકારી કર્મચારીને પરેશાન કરવા અથવા તેમનો પગાર રોકવાનો નથી, પરંતુ 100 ટકા વેક્સીનેશન કરવાનો છે.
તમને જણાવી દઇએ કે છતીસગઢમાં કોરોના વાયરસની ગતિ ધીમી થઇ છે. સ્વાસ્થ્ય વિભાગના આંકડા અનુસાર છત્તીસગઢમાં ગુરૂવારે કોરોનાના નવા 2825 કેસ મળી આવ્યા હતા. આ દરમિયાન 69 દર્દીઓનું કોરોનાને લીધે મોત થયું હતું. તો બીજી તરફ 6,715 દર્દીઓ કોરોના સંક્રમણથી રિકવર થયા હતા.