Sun. Oct 13th, 2024

અમદાવાદમાં એન્ટ્રી રજિસ્ટરમાંથી યુવતીઓનાં નંબર મેળવી બીભત્સ પ્રકારના વિડિયો મોકલનાર હવસખોર ચોકીદારનો ફૂટ્યો ભાંડો

    • મહિલાને જુદા જુદા મોબાઈલ નંબરથી બિભત્સ પ્રકારના શારીરિક સંબંધો બાંધતા અને સ્ત્રી-પુરુષના જાતીય અંગ દેખાડતા વીડિયો અને ફોટા મોકલતો હતો.

    • સાયબર ક્રાઇમે ચોકીદારને ઝડપી પાડતા ફૂટ્યો ભાંડો

અમદાવાદ શહેરમાં રહેતી એક પરિણીતાને અલગ-અલગ ત્રણ નંબર ઉપરથી ટ્રુ કોલર અને વોટ્સએપમાં મેસેજ આવતા હતા. જે જોતા પરિણીતા ચોંકી ઉઠી હતી. અજાણ્યા નંબર ઉપરથી પુરુષ તથા સ્ત્રીના જાતીય અંગોના વીડિયો અને ફોટા મોકલનાર આરોપી સામે મહિલાએ સાઇબર ક્રાઇમમાં (Cyber Crime) ફરિયાદ નોંધાવી હતી. ફરીયાદ નોંધવતા તાત્કાલીક પોલીસે આરોપીની ધરપકડ કરી છે.

ફરિયાદી મહિલા એક ફ્લેટમાં કામર્થે ગઈ ત્યારે તેણે ફ્લેટના એન્ટ્રી ગેટ પર પોતાની વિગતો ભરી હતી. મહિલા સ્વરૂપવાન હોવાથી ગાર્ડની દાનત બગડી હતી અને તેને પસંદ આવી હતી. ત્યાર પછી રજીસ્ટરમાંથી તેનો નમ્બર લઈ તેને પોતાના સંકજામાં લેવા માટે હાઈ હેલોના મેસેજ કરી બીભત્સ પ્રકારની કલીપ મોકલવાની શરૂ કરી હતી.

પોલીસ રેકોર્ડથી જાણવા મળ્યું છે કે શહેરના ઇસ્કોન આંબલી રોડ પર રહે છે. ૨૭ વર્ષીય પરિણીતા તેના પતિ તથા બીજા સભ્યો સાથે ત્રણ વર્ષથી પોતાના પરિવાર સાથે ગુજરાન ચલાવે છે. આ મહિલાનો પતિ કેમિકલ ડાઈનો વટવા જીઆઈડીસી ખાતે ફેક્ટરી ધરાવી વેપાર કરે છે અને મહિલાને સંતાનમાં બે વર્ષનો દીકરો પણ છે.

આજના યુગમાં સોશિયલ મીડિયા ઘણું પ્રચલિત થયેલ છે. આ સોશિયલ મીડિયા વગર લોકોને ચાલતુ નથી. જેથી આ મહિલા પણ સોસિયલ મીડિયા માધ્યમથી બધાના સંપર્કમાં રહેવા માટે વોટ્સએપ અને ફેસબુક જેવી જુદીજુદી એપ્લિકેશનનો ઉપયોગ કરતી હતી. ગત 28 ફેબ્રુઆરીના રોજ આ મહિલાને અજાણ્યા નંબર ઉપરથી ટ્રુ કોલર એપ્લિકેશનની ચેટમાં એક થમ્બ ઈમોજી વાળો મેસેજ આવ્યો હતો. પરંતુ આ નંબરથી તે અજાણ હોવાથી મહિલાએ તે મેસેજ ઉપર કોઈ ધ્યાન આપ્યું ન હતું.

ત્યારબાદ ફરીથી બે માર્ચના રોજ આ મહિલા નીત્ય કાર્યમાં વ્યસ્ત ઘરે હાજર હતી ત્યારે અજાણ્યા નંબરના ધારકે ફરીથી મહિલાને ટ્રુ કોલર એપ્લિકેશનની ચેટમાં અશ્લીલ પ્રકારના વિડીયો તેમજ ગંદા ફોટા મોકલી મેસેજ કર્યો હતા. આ મહિલા તે નંબરના ધારકને ઓળખતી ન હોવાથી મહિલાએ કોઈ રીપ્લાય આપ્યો ન હતો.

બાદમાં ફરીથી 24 માર્ચના રોજ મહિલાને ટ્રુ કોલર એપ્લિકેશનની ચેટમાં તથા વોટ્સએપ ઉપર અજાણ્યા નંબર પરથી અશ્લીલ પ્રકારના વીડિયો તેમજ ગંદા ફોટા આવ્યા હતા અને તેમાં “હાઈ ઓનલાઇન આવો દોસ્ત” એવું લખાણ આવ્યું હતું. જેથી મહિલાને એવું લાગ્યું હતું કે તેને કોઈ હેરાન કરવા માટે થઈ અલગ-અલગ મેસેજ કરી રહ્યું છે.

જેથી મહિલાએ આ નંબર બ્લોક કરી તેના પતિને જાણ કરી હતી. બાદમાં આરોપીએ 13 માર્ચના રોજ પણ ટેક્સ્ટ મેસેજ મોકલ્યા હતા. જેમાં આરોપીએ રોઝ અને દીલ આકારનું ઈમોજી મોકલ્યો હતો. આટલું જ નહીં અન્ય નંબર ઉપરથી આવેલા ટેક્સ મેસેજમાં “How are you true caller kyu bandh kiya chalu karo na pls” તેવો મેસેજ પણ કર્યો હતો.

આ રીતે મહિલાને જુદા જુદા મોબાઈલ નંબરથી ટ્રુ કોલર તથા વોટ્સએપ ઉપર બીભત્સ જુદા જુદા પ્રકારના શારીરિક સંબંધો બાંધતા અને સ્ત્રી-પુરુષના જાતીય અંગ દેખાડતા વીડિયો અને ફોટા મોકલી શખશે હેરાન કરતાં આ મહિલાએ સાઇબર ક્રાઇમમાં અરજી આપી હતી.

જેથી સાયબર ક્રાઈમે અલગ-અલગ ત્રણ નંબર ઉપરથી મેસેજ કરનાર આરોપી સામે ગુનો નોંધી આરોપી પુષ્કરરામ આર્યાની ધરપકડ કરી છે. આરોપીની પૂછપરછમાં સામે આવ્યું કે આરોપી સેટેલાઇટમાં આવેલા અર્ચન રેસિડેન્સીમાં સિક્યુરીટીની નોકરી કરે છે. આરોપીના લગ્ન ન થયા હોવાથી તેને છોકરીઓ સાથે મિત્રતા કરવાની ગમતી હતી.

જેથી ફેસબુક પર અલગ અલગ ગમતી છોકરીઓને તે મેસેજો કરતો હતો. આ દરમિયાન ફરિયાદી મહિલા આ ફ્લેટમાં આવી ત્યારે આ આરોપીને તે ગમી ગઈ હતી અને તેણે રજીસ્ટરમાં આપેલો નમ્બર મેળવી મહિલાને ટ્રુ કોલર અને વોટ્સએપ પર મેસેજો કરી બીભત્સ વિડીયો અમે ફોટો મોકલ્યા હતા.

Related Post

Verified by MonsterInsights