Sat. Dec 7th, 2024

કયાં દર્દીઓને હોય છે Mucormicosisનો ખતરો, એઇમ્સના ડિરેક્ટરે આપ્યો જવાબ

દેશમાં કોરોના વાયરસની સાથે હવે Mucormicosis ના કેસો પણ વધી રહ્યા છે. ઘણા રાજ્યોમાં એવા દર્દીઓ મળ્યા છે જેમાં આ ફૂગનો ચેપ જોવા મળ્યો છે. Mucormicosis ના કેસની વૃદ્ધિ પાછળ કોરોના વાયરસની સાથે સાથે સ્ટીરોઇડ્સને પણ દોષી ઠેરવવામાં આવી રહ્યા છે. શનિવારે એઈમ્સના ડિરેક્ટર રણદીપ ગુલેરિયાએ Mucormicosis વિશે જણાવ્યું હતું કે ડાયાબિટીસ, કોરોના પોઝિટિવ અને સ્ટેરોઇડ્સના દર્દીઓમાં ફંગલ ઇન્ફેક્શન થવાની સંભાવના વધારે છે. આવી સ્થિતિમાં આપણે સ્ટેરોઇડનો દુરૂપયોગ બંધ કરવો જોઈએ.

જ્યારે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે શનિવારે કહ્યું હતું કે દેશમાં કોવિડ -19 ના કુલ કેસમાંથી 85 ટકા લોકો 10 રાજ્યોના છે. મંત્રાલયે જણાવ્યું હતું કે 11 રાજ્યોમાં એક લાખથી વધુ ચેપના કેસો સારવાર હેઠળ છે. જ્યારે આઠ રાજ્યોમાં 50 હજારથી એક લાખ દર્દીઓ સારવાર હેઠળનાછે. જ્યારે 24 રાજ્યોમાં ચેપનો દર 15 ટકાથી વધુ છે.

મંત્રાલયે કહ્યું કે દેશમાં સારવાર હેઠળના દર્દીઓની સંખ્યા ઘટીને 36,73,802 પર આવી છે, જે કુલ કેસના 15.07 ટકા છે. દેશના કોરોના રિકવરી રેટ 83.83 ટકા પર પહોંચી ગયો છે. એકંદરે પરિસ્થિતિ સ્થિર થઈ રહી છે, અમે તેને વધુ સ્થિર બનાવવા માટે કામ કરીશું.

Related Post

Verified by MonsterInsights