જયારે દેશમાં કોરોનાની મહામારી ફેલાણી ત્યારથી જ સરકાર દ્વારા લોકો જાગૃતિના ભાગરૂપે અને લોકોને માહિતી મળતી રહે તે માટે કોરોનાની કોલરટયુન લગાવવામાં આવી છે. જ્યારે કોઈને તમે ફોન કરો એટલે થોડીવાર તો આ કોલરટયુન વાગે અને પછી કોલ લાગે.
ઘણા લોકો જયારે ઉતાવળમાં હોય અને ફોન લગાડે ત્યારે પણ આ કોલરટયુન વાગવામાં સમય જતો રહે છે. આ રીતે સતત વાગતી આવી કોલરટયુનથી ઘણા લોકો કંટાળી જતા હોય છે. જે લોકોને સતત કોલ કરવાના રહે છે તેવા લોકો માટે તો આ કોલરટયુન માથાનો દુખાવો બની ગઈ છે.
હાલમાં કોરોનાના કેસો નહીવત થયા છે, પરંતુ આવનારી ત્રીજી લહેરની સંભાવના નકારી શકાય તેમ નથી. છતાં ઘણા લોકોને આ કોલરટયુનથી કંટાળી ગયા હોય છે અને આ રીંગ બંધ કરવાના પ્લાન કરતા હોય છે. જેમાં ઘણા લોકો આ કોલરટયુન બંધ કેવી રીતે કરવી તેમ ગુગલમાં સર્ચ પણ કરતા હોય છે.
જયારે આ કોલરટયુન ચાલુ કરવામાં આવી હતી ત્યાર પછી અમિતાભ બચ્ચનનો અવાજ ઉમેરવામાં આવ્યો છે. પરંતુ હાલમાં ફરી પાછો એક મહિલાનો અવાજ સાંભળવા મળે છે, જેને લઈને લોકો પરેશાન છે. જો તમે પણ કંટાળી ગયા હો, અને આ કોલરટયુન ચબંધ કરવા માંગો છો તો અમે તમારા માટે તમે કઈ કંપનીનું કાર્ડ ધરાવો છો તેના આધાર પર અલગ અલગ નંબરથી બંધ કરી શકો છો.
જેમાં ભારત સંચાર નીગમ લીમીટેડ BSNL નાં ગ્રાહકો પોતાના મોબાઈલ નંબર પરથી UNSUB 56700 અથવા 56799 પર મેસેજ કરવાથી આ કોલરટયુન બંધ થઇ જાય છે, તમે આ મેસેજ કરશો એટલે તરત તમને આ રીંગ બંધ થયાનો કન્ફર્મ મેસેજ મળી જશે.
જીઓ કાર્ડ ધારકો પણ STOP લખીને 155223 નંબર મેસેજ મોકલીને આ કોલરટયુનને સંપૂર્ણ રીતે બંધ કરી શકે છે. આ નંબર પર મેસેજ કરવાથી તરત જ આ કોલરટયુન બંધ થઇ જશે. જો તમે એરટેલનું સીમકાર્ડ ધરાવો છો, તો તમે 144 પર CANCT મેસેજ કરીને આ કોલરટયુનને બંધ કરી શકો છો. જે થોડી જ વારમાં આ બંધ થઈ જશે.
આ સિવાય જે લોકો વારંવાર વાગતી આ રીંગને પોતાની એક યુક્તિથી પણ બંધ કરી શકે છો. આ માટે તમારે કોલ માટે વોટ્સેપ, ગુગલ ડ્યુઓ, ફેસબુક મેસેન્જર કે અન્યને સંપૂર્ણ પણે બંધ કરવા માટે કોલ કરવાનું વિચારી શકો છો. જેમાં કોલની શરુઆતમાં આ કોલરટયુન વાગતી નથી.
આ સિવાય તમે નંબર ડાયલ કરીને આ કોલરટયુન બંધ કરી શકો છો. આ માટે કોરોનાની આ રીંગ શરુ આત થતા જ તમારે 1 નંબર ડાયલ કરવો પડશે, જેથી આ રીંગ વાગતી આપમેળે જ બંધ થઇ જશે. આ એક લોક જાગૃતિ માટેની રીંગ છે. મેસેજ આપે છે. પરંતુ ઘણા લોકોને આ સાંભળીને કંટાળી ગયા હોય તો આ રીતે મેસેજ ટાઇપ કરીને બંધ કરી શકે છે.