કચ્છ: આદિપુર નવવાડી વિસ્તારમાંથી જુગા૨નો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી આદિપુર પોલીસ

0 minutes, 0 seconds Read

કચ્છ: આદિપુર નવવાડી વિસ્તારમાંથી પાણી પાસાનો જુગાર રમતા પાંચ શખ્સોને સ્થાનિક પોલીસે પકડી પાડ્યા હતા. મળતી માહિતી મુજબ આદિપુર પોલીસ સ્ટાફ પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન પો.સબ ઈન્સ એચ.એસ .તિવારી સાહેબનાઓને મળેલ બાતમી હકીકતનાં આધારે નવવાડી અંબે માતાજીનાં મંદિર પાસે ખુલ્લા ચોકમાં ધાણી પાસા વડે જુગાર રમતા જીતેન્દ્ર હરેશભાઈ ભંભાણી ,રહે.મુંદરા સર્કલ બાજુમાં આદિપુર, ચંદનભાઈ જીવતરામ મીરપુરી, રહે.વોર્ડ ૬/બી આદિપુર,સુરેશભાઈ વિજુમલ છતવાણી, રહે.નવી પંદરવાડી આદિપુર,ઈશ્વરભાઈ મુરલીધર તેજવાણી, રહે.વોડી ૪/બી આદિપુર તેમજ મહેન્દ્ર ચંદરલાલ ધવલાણી, રહે.સાતવાડી આદિપુરવાળાને પકડી પાડી તેમની પાસેથી રોકડ રૂપિયા ૧૦,૩૦૦નો મુદામાલ કબ્જે કરી તમામ વિરૂધ્ધ જુગાર ધારા તળે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.

આ કામગીરી આદપુર પોલીસ સ્ટેશનના પો.સબ.ઇન્સ.શ્રી એચ.એસ.તિવારી સાહેબ સાથે આદિપુર પોલીસ સ્ટાફના માણસો દ્વારા આ સફળ કામગીરી ક૨વામાં આવેલ છે.

અહેવાલ: પંકજ જોષી કચ્છ

author

Jantanews360 Team

www.jantanews360.com એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Verified by MonsterInsights