સુખસર: ૧૮/૦૯/૨૩

  ફતેપુરા તાલુકાના સુખસર ગામમાં નદીનાં પુર ફાસ વહેણમાં ઇનોવા પાર કરતાં તણાઈ.

દાહોદ જિલ્લાના તમામ ગામડાંઓમાં સતત વરસાદ ચાલી રહ્યું છે અને. આવા વાતાવરણમાં ક્યાંકને ક્યાંક નીત નવા બનાવો બની રહ્યાં છે.

આમ જ ગઈ કાલના રોજ ફતેપુરા તાલુકાના સુખસર પંથકમાં ધોધમાર વરસાદ આવી રહ્યો હતો અને સાથે ભારે જોશમાં ભરપુર નદી વહેતી હતી તેમાં ખારીયા નદીનું પુલ પસાર કરતા જતાં ઇનોવા ગાડી બેકાબુ થતાં નદીનાં વહેણ સાથે વહી રહી હતી આ જોતાં ગામજનો તેને બચાવ માટે દોડ્યા હતાં અને સાથેજ પોલીસ તંત્રને જાણ કરતાં ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી, રેસ્ક્યું ટીમને પણ જાણ કરતા તે પણ આવી ગઇ હતી.

ઇનોવા કારમાં જાણવા મળેલ અનુસાર લખપુરનાં રહેવાસી મુકેશભાઈ તાવિયાડની હતી અને તેમાં ત્રણ વ્યક્તિઓ હોવાનું જાણવા મળ્યું હતું,અને તેમના બચાવ માટે ગામજનો અને તંત્ર દ્વારા તે લોકોનો કોઈ પણ ઇજા વગર આબાદ બચાવ કરવામાં આવ્યો હતો અને તેમને સારવાર માટે દવાખાને લઈ જવામાં આવ્યાં હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page