Sat. Dec 14th, 2024

બિહારમાં મુખ્યમંત્રી નીતીશ કુમારે આજે સમીક્ષા બેઠક બાદ 25 મે સુધી લૉકડાઉન લંબાવવાની જાહેરાત કરી

મહારાષ્ટ્ર બાદ બિહારમાં નીતીશ કુમારની સરકારે પણ રાજ્યમાં લૉકડાઉન લંબાવી દીધુ છે. હવે રાજ્યમાં 25 મે સુદી લૉકડાઉન જારી રહેશે. આજે કોરોનાની સ્થિતિની સમીક્ષા બેઠકમાં નીતીશ કુમારે સહયોગીઓ અને રાજ્યના ઉચ્ચ અધિકારીઓ સાથે વીડિયો કોન્ફરન્સ દ્વારા સ્થિતિની સમીક્ષા કરી હતી, ત્યારબાદ રાજ્યમાં 16 મેથી 25 મે સુધી લૉકડાઉન લંબાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

મહત્વનું છે કે કોરોના મહામારીને કારણે બિહારમાં પણ હાહાકાર મચ્યો છે, પરંતુ છેલ્લા બે દિવસથી કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યામાં ઘટાડો થયો છે. બિહારમાં 16 મે સુધી લૉકડાઉન લાગૂ છે અને આ દરમિયાન નિયમો કડક કરવામાં આવ્યા છે. શાળા-કોલેજ અને તમામ પ્રકારની શિક્ષણ સંસ્થા બંધ રાખવામાં આવી છે. જાહેર સ્થળો પર લોકોના ભેગા થવા પર પ્રતિબંધ છે. રાજ્યમાં સિનેમા હોલ, થિએટર, જિમ, ધાર્મિક સ્થળો પણ બંધ છે. લગ્ન સમારોહને લઈને પણ દિશાનિર્દેશો જારી કરવામાં આવ્યા છે.

આ વખતે લૉકડાઉનના નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો છે. હવે લગ્ન સમારહોમાં માત્ર 20 લોકો સામેલ થઈ શકશે. તો શહેરી અને ગ્રામીણ ક્ષેત્રોમાં દુકાન ખોલવાના સમયમાં પણ ફેરફાર કરાયો છે. શહેરી ક્ષેત્રોમાં શાકભાજી, ઈંડા, માંસ, માછલીની દુકાનો સવારે 10 વાગ્યા સુધી ખુલી રહેશે. તો ગ્રામીણ વિસ્તારમાં 12 કલાક સુધી ચાલુ રહેશે. બાકી અન્ય પ્રતિબંધો પહેલાની જેમ યથાવત રહેશે.

મુખ્યમંત્રી નીતીશ કુમારે ટ્વીટ કરીને જામકારી આપી અને લૉકડાઉનું કારણ જણાવતા કહ્યું કે, પ્રતિબંધોને કારણે કોરોના કેસમાં ઘટાડો થયો છે. કોરોના મહામારીને નિયંત્રિત કરવા માટે લૉકડાઉનનું પાલન જરૂરી છે. તેથી લૉકડાઉનને વધુ 10 દિવસ માટે વધારવામાં આવે છે.

Related Post

Verified by MonsterInsights