ગુજરાતના કચ્છ વિસ્તારમાં સમયાંતરે નાના-મોટા ભૂકંપના આંચકા અનુભવાય છે. આજે બપોરના 3.46 મિનિટે ભુજની ધરા ધ્રૂજતા લોકોમાં ભયનું વાતાવરણ જોવા મળ્યો હતો. જોકે, ભૂકંપની તીવ્રતા કેટલી હતી તે જાણી શકાયું નથી. હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી આગાહીની વચ્ચે એક તરફ વરસાદ પડી રહ્યો છે. ત્યારે, વરસાદી વાતાવરણમાં ભૂકંપમાં ધરા ધ્રૂજી રહી છે.
ભૂકંપ ઝોન 5માં આવતો કચ્છ વિસ્તાર ધરતીકંપના અનેક નાના મોટા આંચકાઓથી સમયાંતરે કંપી રહ્યો છે. જેમાં 2001ના મહા ભૂકંપ બાદ શરૂ થયેલા આફ્ટરશોકનો સંખ્યા હજારોની સંખ્યાને વટાવી ગઈ છે. ત્યારે આજે બીજા એક ધરતીકંપના આંચકાથી ખાવડા વિસ્તાર ધ્રુજી ઉઠ્યો હતો.