EPFO એ દેશભરમાં તેની તમામ ક્ષેત્ર કચેરીઓમાં તાજેતરના તમામ વ્યવહારોની તપાસ કરવાનું નક્કી કર્યું છે. આમાં, ખાસ કરીને કોવિડ -10 ઉપાડની તપાસ કરવામાં આવશે. રોગચાળાને કારણે, મોટી સંખ્યામાં લોકો બેરોજગાર બન્યા અને તેમની આવકને અસર થઈ. આમાંથી રાહત મેળવવા માટે, કર્મચારીઓને તેમની થાપણો ઉપાડવાની મંજૂરી આપવામાં આવી હતી. નાણાકીય વર્ષ 2021 દરમિયાન, 76.3 લાખ પગારદાર કામદારોએ કોવિડ -19 થી ઉદ્ભવેલી પરિસ્થિતિનો સામનો કરવા માટે પીએફ ડિપોઝિટનો આશરો લીધો હતો. 31 મે સુધી EPF સબ્સ્ક્રાઇબર્સે લગભગ 18,700 કરોડ રૂપિયા ઉપાડી લીધા હતા.
કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) માં એક કર્મચારીના 21 કરોડના ફ્રોડનો મામલો સામે આવતા ચકચાર મચી છે. ઓગસ્ટમાં મુંબઈની ઈપીએફઓ ઓફિસમાં થયેલા ઈન્ટરનલ ઓડિટમાં 21 કરોડનું ફ્રોડ ઝડપાયું હતું. ઈપીએફઓની આંતરિક તપાસ અનુસાર કાંદિવલી ઓફિસમાં ક્લાર્ક તરીકે કાર્યરત 37 વર્ષના એક કર્મચારીએ 817 મજૂરોના બેન્ક એકાઉન્ટમાંથી 25.1 કરોડની રકમ ઉપાડી લીધી હતી.
817 પ્રવાસી મજૂરોના બેન્ક ખાતામાંથી 21.5 કરોડની રકમ ઉપાડી લીધી
ક્લાર્ક 21.5 કરોડની રકમની ઉચાપત કરવા માટે જે રીત વાપરી તે જાણીને ચક્કર આવી જશે. આરોપી ક્લાર્કે પહેલા તો 817 પ્રવાસી મજૂરોના પીએફની રકમનો દાવો કર્યો અને આ રીતે તેમણે તેમના બેન્ક એકાઉન્ટમાંથી 21.5 કરોડની રકમ સેરવી લીધી હતી.
દેશની તમામ ફિલ્ડ ઓફિસોમાં લેવડદેવડની તપાસ કરવાનો ઈપીએફઓનો નિર્ણય
આટલી મોટી રકમની ફ્રોડની ઘટના બનતા ઈપીએફઓ હરકતમાં આવ્યું છે અને તેણે દેશભરની તેની તમામ ફિલ્ડ ઓફિસોમાં તમામ પ્રકારની લેવડદેવડની તપાસ કરાવવાનો નિર્ણય કર્યો છે તેમાં ગયા વર્ષના ટ્રાન્ઝેક્શન પણ સામેલ છે. એક મોટું પગલું ભરતા EPFO એ કાંદિવલી ઓફિસના 6 કર્મચારીઓને સસ્પેન્ડ કરી દીધા છે. તથા તેમના રેકોર્ડની પણ તપાસ કરાવવામાં આવી રહી છે.