Mon. Oct 7th, 2024

રાજસ્થાનના નાગૌર જિલ્લામાં ગમખ્વાર અકસ્માતમાં 11નાં મોત, 8 લોકોએ ઘટનાસ્થળ પર દમ તોડ્યો

રાજસ્થાન:બિકાનેર-જોધપુર હાઇવે પર નોખા નાગૌર વચ્ચે ગામ શ્રી બાલાજી પાસે એક ક્રુઝર કાર અને ટ્રેલર જબરદસ્ત આમને-સામને ટકરાયા હતા.

આ અકસ્માતમાં કુલ 11 લોકોના મોત થયા છે જે પૈકી 8 લોકોએ ઘટનાસ્થળ પર દમ તોડ્યો હતો અને જ્યારે અન્ય ત્રણ ઘાયલો નોખા હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ પામ્યા હતા. જણાવવામાં આવી રહ્યું છે કે મૃતકો મધ્યપ્રદેશના સાજનખેડવ દૌલતપુરના રહેવાસી હતા.

આ દુર્ધટના અંગે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે દુખ વ્યક્ત કરતા કહ્યું કે, નાગૌરના શ્રી બાલાજી વિસ્તારમાં થયેલા ગમખ્વાર અકસ્માતમાં મધ્યપ્રદેશ પરત ફરી રહેલા 11 પ્રવાસીઓના મોત અત્યંત દુ:ખદ છે. શોકગ્રસ્ત પરિવાર પ્રત્યે મારી સંવેદના, ભગવાન તેમને આ મુશ્કેલ સમયમાં શક્તિ આપે અને મૃતકોની આત્માને શાંતિ મળે.

Related Post

Verified by MonsterInsights