ફિલ્મ ‘લાઈગર’ને લઈને માત્ર ફેન્સ જ નહીં પરંતુ સેલેબ્સ પણ ખૂબ જ એક્સાઈટેડ છે. ફિલ્મ ‘લાઈગર’નું ટ્રેલર 21 જુલાઈના રોજ હૈદરાબાદ અને મુંબઈમાં રિલીઝ થશે. જ્યારથી આ ફિલ્મનું એનાઉન્સમેન્ટ થયું છે ત્યારથી આ ફિલ્મની સ્ટારકાસ્ટ પણ ચર્ચામાં છે. મહત્વનું છે કે, ‘લાઈગર’ વિશે દરરોજ કોઈને કોઈ અપડેટ મળી રહી છે. વિજય દેવરકોંડા અને અનન્યા પાંડેની આ ફિલ્મના ટ્રેલર લોન્ચ દરમિયાન બોલિવૂડના આ ખાસ મહેમાનો જોવા મળશે.
ઉલ્લેખનીય છે કે, લાઈગર ફિલ્મના ટ્રેલર લોન્ચ માટે એક મોટી ઈવેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. મુંબઈમાં ટ્રેલર લોન્ચિંગ દરમિયાન એક્ટર રણવીર સિંહ મુખ્ય મહેમાન તરીકે હાજરી આપશે. આ સિવાય કરણ જોહર અને નિર્દેશક પુરી જગન્નાથ પણ સામેલ થશે.
ફિલ્મનું ટ્રેલર મુંબઈ પહેલા હૈદરાબાદમાં લોન્ચ કરવામાં આવશે. હૈદરાબાદમાં ગ્રાન્ડ ઈવેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. એક્ટર વિજય દેવરકોંડા ગ્રાન્ડ ઈવેન્ટમાં ટ્રેલર લોન્ચ પહેલા હૈદરાબાદમાં એક મોટી બાઇક રેલી કાઢશે. આ બાઈક રેલી ઈન્દિરા પાર્કથી સુદર્શન થિયેટર સુધી જશે. હૈદરાબાદના સુદર્શન થિયેટરમાં જ ફિલ્મ લાઈગરનું ટ્રેલર રિલીઝ થશે.
ઉલ્લેખનીય છે કે, આ ટ્રેલરને 5 ભાષાઓમાં રિલીઝ કરવામાં આવશે. આ ફિલ્મમાં માઈક ટાયસન સિવાય અન્ય કલાકારો જોવા મળશે, જેમાં રોનિત રોય, રામ્યા કૃષ્ણન અને મકરંદ દેશપાંડે જેવા સ્ટાર્સ સામેલ છે. આ એક સ્પોર્ટ્સ ડ્રામા ફિલ્મ છે જે હિન્દી, તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમમાં એટલે કે 5 ભાષાઓ રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મ 25 ઓગસ્ટ 2022ના રોજ થિયેટરોમાં રિલીઝ થવા જઈ રહી છે