સુરતના પુણામાં લવ-જેહાદનો કિસ્સો આવ્યો સામે મુસ્લિમ યુવકે ‘રાહુલ’ નામ રાખી સગીરાને પ્રેમજાળમાં ફસાવીને અપહરણ કર્યું

0 minutes, 0 seconds Read

સુરત:પુણા પોલીસ સ્ટેશનમાં રહેતા મુસ્લિમ યુવકે હિન્દુ નામ રાખીને હિન્દુ કિશોરીને પ્રેમજાળમાં ફસાવીને તેનું અપહરણ કરી લઈ ગયો હતો. આ ગંભીર મામલે પોલીસે અપહરણની સાથે લવ-જેહાદની કલમ હેઠળ ગુનો દાખલ કર્યો હતો. પોલીસ આરોપીને પકડી કિશોરીને છોડાવી હોવાની માહિતી મળી છે. આરોપી મલિક મોહમદ(ઉં.વ.21) ભૈયાનગરના નારાયણ નગરમાં રહે છે અને આ જ વિસ્તારમાં કાપડના ખાતામાં નોકરી કરે છે. મલિક મોહંમદે પોતાનું નામ રાહુલ રાખ્યું હતું. તેના હાથ પર પણ રાહુલ નામનું છૂંદણું છે.

તેણે એ જ વિસ્તારમાં રહેતી મૂળ ઉત્તરપ્રદેશની 17 વર્ષીય નંદિતા( નામ બદલ્યું છે)ને થોડા દિવસો પહેલાં પ્રેમજાળમાં ફસાવી હતી. ત્યારે તેને પોતાનું નામ રાહુલ જણાવ્યું હતું. નંદિતા તેની વાતોમાં આવી ગઈ હતી. નંદિતા મોટા મોભાદાર પરિવારની છોકરી છે. મલિક મોહંમદ વિશ્વાસઘાત કરી નંદિતાનું અપહરણ કરી ગયો હતો, જેથી આ અંગે નંદિતાના પરિવારે પુણા પોલીસને જાણ કરી હતી. વિધર્મી યુવક હોવાથી ઇન્સ્પેક્ટર વી.યુ.ગડરિયાએ તાત્કાલિક ટીમોને દોડાવી તપાસ કરાવી હતી. પુણા પોલીસે અપહરણ અને લવ-જેહાદની કલમ હેઠળ ફરિયાદ દાખલ કરી આરોપીને પકડી લીધો છે.

આરોપીના પિતા મુસ્લિમ અને માતા હિન્દુ
આધારભૂત સૂત્રોના જણાવ્યા અનુસાર, આરોપી મોહંમદ મલિકની માતા હિન્દુ છે અને પિતા મુસ્લિમ છે. તેણે ધોરણ 10 સુધીનો અભ્યાસ કર્યો છે. તેના સરકારી રેકોર્ડ પર તેનું નામ મોહંમદ મલિક છે. લવ-જેહાદની આ ઘટનાને પગલે પુણા વિસ્તારમાં લોકોમાં આક્રોશ ફેલાયો છે. કોઈ અઘટિત ઘટના ન બને એ માટે પોલીસ સતત પેટ્રોલિંગ કરી રહી છે.

author

Shubham Agrawal

www.jantanews360.com આ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Verified by MonsterInsights