સુરત : શહેર જિલ્લામાં આજે વરસાદ રિ-એન્ટ્રી થઈ ગઈ છે. ભારે ઉકળાટ અને બફારા વચ્ચે વરસાદનું વાતાવરણ જામ્યો છે. બપોરના સમયે વરસાદી વાતાવરણમાં ઠંડક ફેલાઈ ગઈ છે. અડાજણ, પાલ, ડભોલી, પુણા ગામ, અર્ચના સ્કૂલ, લિંબાયત ગરનાળા, કતારગામ જેવા શહેરના નીચાણવાળા વિસ્તારોમાં રસ્તાઓ પર પાણી ભરાયા હતા.
થોડા દિવસોના વિરામ બાદ મેઘરાજાની સવારી ફરી કડાકા ભડાકા સાથે આવી પહોંચી હતી. ભારે બફારા અને ઉકળાટનો અનુભવ કરતાં લોકોએ વરસાદમાં ભીંજાવાની મોજ માણી હતી. સુરતમાં ડભોલી, પુણાગામ, અર્ચના સ્કૂલ, લિંબાયત ગરનાળા, કતારગામ જેવા નીચાણવાળા વિસ્તારોમાં રસ્તાઓ પાણી ભરાઈ ગયા હતા. જેના કારણે વાહનચાલકોને હાલાકી વેઠવી પડી હતી.