સૂરત – કોરોના સંક્રમણમાં સુરત કોર્પોરેશનના કર્મચારીઓએ ફરજ બજાવતાં પોતાનો જીવ ગુમાવ્યો છે એવા 45 કરતાં વધુ કર્મચારીઓની કોરોના સંક્રમણના પહેલા તબક્કામાં અને બીજા તબક્કામાં મોત નીપજ્યાં છે. ફ્રન્ટલાઈન વોરિયર તરીકે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા ફરજ બજાવવા દરમિયાન કોઇપણ કર્મચારીનું નિધન થાય તો તેના માટે રૂપિયા 50 લાખ કેન્દ્ર સરકાર દ્વારા અને રૂપિયા 25 લાખ રાજ્ય સરકાર દ્વારા આપવાની જાહેરાત કરવામાં આવી હતી. પરંતુ 41 જેટલા કર્મચારીના પરિવારને 7થી 8 મહિના થયા છતાં હજી સુધી રાજ્ય સરકારની આર્થિક સહાય આપવામાં આવી નથી. કોરોના સંક્રમણ દરમિયાન મોતને ભેટેલા મૃતક કોરોના વોરિયરનાં પરિવારજનોની આર્થિક સ્થિતિની કફોડી જેવી છે.