Sun. Sep 8th, 2024

હવે ખરેખર રડાવી રહ્યા છે પેટ્રોલ ડિઝલના ભાવઃ આ રાજ્યમાં પેટ્રોલનો ભાવ 108 રૂ.ને પાર

નવી દિલ્હીઃ પેટ્રોલ અને ડીઝલની વધતી કિંમતોમાં રાજ્યોની વચ્ચે પેટ્રોલ ડિઝલના ભાવમાં ખાસું અંતર જોવા મળી રહ્યું છે. પેટ્રોલ ડીઝલ ઉપર સૌથી વધારે વેટ વસૂલતા રાજસ્થાન અને મધ્ય પ્રદેશમાં બંને ઇંધણના ભાવ 100ના આંકડાને પાર ચૂક્યા છે. ઉત્તર પ્રદેશમાં હજી પણ પેટ્રોલ આ બંને રાજ્યોના મુકાબલે સસ્તા છે. શનિવાર ભલે કંપનીઓએ પેટ્રોલ ડીઝલની કિંમતોમાં કોઈ વૃદ્ધી કરી નથી. કારણ કે આમ છતાં પણ પડોશી રાજ્યોની કિંમતોમાં અંતરથી લોકો પરેશાન છે.

સરકારી ઓઇલ કંપનીઓએ એક દિવસની રાહત બાદ18 જૂને પેટ્રોલની સાથે જ ડીઝલના ભાવમાં વધારો ઝીંકી દીધો છે. જોકે, ઓઈલ કંપનીઓએ આજે શનિવારે 19 જૂનના દિવસે બંને ઇંધણના ભાવમાં કોઈ ફેરફાર કર્યો હતો. એટલે કે ગઈ કાલના ભાવ યથાવત્ રાખ્યા છે. સતત વધી રહેલી કિંમતોના કારણે સામાન્ય જનતાની મુશ્કેલીઓ વધી ગઈ છે. દેશના ચાર મુખ્ય મહાનગરોમાં શુક્રવારે પેટ્રોલમાં 23થી 27 પૈસા અને ડીઝલમાં 27થી 30 પૈસા પ્રતિ લીટરનો વધારો કરવામાં આવ્યો છે.

દેશના ચાર મહાનગરોમાં પેટ્રોલ-ડીઝલના નવા ભાવ
– દિલ્હી- પેટ્રોલ 96.93 રૂપિયા અને ડીઝલ 87.69 રૂપિયા પ્રતિ લીટર
– મુંબઈ- પેટ્રોલ 103.08 રૂપિયા અને ડીઝલ 95.14 રૂપિયા પ્રતિ લીટર
– ચેન્નઈ- પેટ્રોલ 98.14 રૂપિયા અને ડીઝલ 92.31 રૂપિયા પ્રતિ લીટર
– કોલકાતા- પેટ્રોલ 96.84 રૂપિયા અને ડીઝલ 90.54 રૂપિયા પ્રતિ લીટર

આ શહેરોમાં પેટ્રોલનો ભાવ આસમાને
– રાજસ્થાનના શ્રીગંગાનગરમાં પેટ્રોલ 108.07 રૂપિયા અને ડીઝલ 100.82 રૂપિયા પ્રતિ લીટર
– મધ્ય પ્રદેશના અનૂપનગરમાં પેટ્રોલ 107.71 રૂપિયા અને ડીઝલ 98.74 રૂપિયા પ્રતિ લીટર
– હૈદરાબાદમાં પેટ્રોલ 100.74 રૂપિયા અને ડીઝલ 95.59 રૂપિયા પ્રતિ લીટર
– ભોપાલમાં પેટ્રોલ 105.13 રૂપિયા અને ડીઝલ 96.35 રૂપિયા પ્રતિ લીટર
– બેંગલુરુમાં પેટ્રોલ 100. 17 રૂપિયા અને ડીઝલ 92.97 રૂપિયા પ્રતિ લીટર

આપના શહેરમાં શું છે પેટ્રોલ અને ડીઝલનો ભાવ, આવી રીતે જાણો

પેટ્રોલ-ડીઝલના ભાવ રોજેરોજ બદલાતા રહે છે અને સવારે 6 વાગ્યે અપડેટ થઈ જાય છે. પેટ્રોલ-ડીઝલના રોજના ભાવ SMS કરીને પણ જાણી શકાય છે (How to check diesel petrol price daily). ઈન્ડિયન ઓઇલના ગ્રાહક RSP સાથે શહેરનો કોડ લખીને 9224992249 નંબર પર અને બીપીસીએલ ગ્રાહક RSP લખીને 9223112222 નંબર પર મોકલીને જાણકારી મેળવી શકે છે. એચપીસી ગ્રાહક HPPrice લખીને 9222201122 નંબર પર મોકલીને ભાવ જાણી શકે છે.

Related Post

Verified by MonsterInsights