Sun. Dec 22nd, 2024

અંડર-19 વર્લ્ડ કપઃ ભારતનો શાનદાર વિજય, બાંગ્લાદેશને કચડી સેમિફાઈનલમાં પહોંચ્યું

એન્ટિગુઆઃ ડાબોડી ઝડપી બોલર રવિ કુમારે કરેલી ઘાતક બોલિંગની મદદથી ભારતીય ક્રિકેટ ટીમે અંડર-19 વર્લ્ડ કપમાં શનિવારે રમાયેલા મુકાબલામાં વર્તમાન ચેમ્પિયન બાંગ્લાદેશને કચડી નાંખ્યું હતું. વેસ્ટ ઈન્ડિઝના એન્ટિગુઆના કૂલિજ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રમાયેલી મેચમાં ભારતે બાંગ્લાદેશને પાંચ વિકેટે પરાજય આપીને સેમિફાઈનલમાં પ્રવેશ કરી લીધો છે.

ભારતીય ટીમ હવે 2 ફેબ્રુઆરીએ સેમિફાઈનલમાં ઓસ્ટ્રેલિયા સામે ટકરાશે. ભારતીય ટીમે અંડર-19 વર્લ્ડ કપમાં પોતાનું દમદાર પ્રદર્શન જારી રાખ્યું છે. ભારતે અત્યાર સુધી અંડર-19 વર્લ્ડ કપમાં નવ ક્વાર્ટર ફાઈનલમાં પહોંચ્યું છે જેમાંથી ટીમે સાત ક્વાર્ટર ફાઈનલ જીતી છે.

સીઆરપીએફ જવાનના પુત્ર અને ઉત્તર પ્રદેશમાં જન્મેલા રવિએ ઘાતક બોલિંગ પ્રદર્શન કર્યું હતું. તેણે સાત ઓવરમાં 14 રન આપીને ત્રણ વિકેટ ઝડપી હતી. જેના કારણે બાંગ્લાદેશની ટીમ 37.1 ઓવરમાં 111 રનમાં આઉટ થઈ ગઈ હતી. જોકે, બાંગ્લાદેશ માટે રિપોન મંડલે પણ લાજવાબ બોલિંગ કરી હતી અને ભારતને આસાન લક્ષ્યાંકને પાર પાડવા માટે સંઘર્ષ કરવો પડ્યો હતો. 112 રનના લક્ષ્યાંકને પાર પાડતા ભારતને પાંચ વિકેટ ગુમાવવી પડી હતી. અંતે યશ ધૂલની આગેવાનીવાળી ટીમે 30.5 ઓવરમાં પાંચ વિકેટે 117 રન નોંધાવીને મેચ જીતી લીધી હતી.

Related Post

Verified by MonsterInsights