Thu. Nov 21st, 2024

અગ્નિપથ સારું છે તો MLAના સંતાનોને 4 વર્ષની નોકરી કરાવો: દિલ્હી DyCM મનીષ સિસોદિયા

દિલ્હીના ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ કહ્યું કે, દેશભરમાં દરેક ધારાસભ્યો અને સાંસદોના દકરા દીકરીઓનએ 17 વર્ષના થતા જ અગ્નિપથ યોજના હેઠળ ચાર વર્ષની નોકરી કરવી પડશે એવો નિયમ બનાવો. દિલ્હીના ઉપમુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીએ કેન્દ્ર સરકારની સેનામાં ભરતી વાળી અગ્નિપથ યોજનાને લઇને કેન્દ્ર સરકાર પર હુમલો કર્યો હતો. મનીષ સિસોદિયાએ કહ્યું કે, આ યોજના એટલી જ સારી છે તો ધારાસભ્યો અને સાંસદોના સંતાનો માટે પણ આ નિયમ હોવા જોઇએ. આ વિશે તેમણે પોતાના ઓફિશિયલ ટ્વીટર હેન્ડલથી ટ્વીટ કરી હતી. મનીષ સિસોદિયાએ ટ્વીટમાં લખ્યું કે, ‘અગ્નિપથ યોજના જો એટલી જ સારી છે તો નિયમ બનાવી દો કે, દેશભરમાં દરેક ધારાસભ્ય અને સાંસદોના સંતાનો 17 વર્ષની ઉંમરના થાય એટલે સૌથી પહેલા આ યોજના હેઠળ 4 વર્ષની નોકરી કરવી પડશે.’

એક અન્ય ટ્વીટમાં મનીષ સિસોદીયાએ કહ્યું કે, ‘દરેક યુવાનને હક છે કે, સેનામાં શામેલ થઇને દેશ માટે પોતાનું આખું જીવન સમર્પિત કરે, પણ આજે BJP આ હકથી તેમને વંચિત કરી રહી છે. દેશભરમાં થઇ રહેલા પ્રદર્શન એ વાતનું પ્રમાણ છે કે, ભારતના યુવા અગ્નિપથને કદી સ્વીકારશે નહીં. કોઇ પણ નીતિ કે કાયદો દેશ સેવાના જુનૂનથી ઉપરવટ નહીં હોઇ શકે.’

મનિષ સિસોદિયાએ તે સિવાય અગ્નિપથ યોજના વિરૂદ્ધ થયેલા પ્રદર્શનોથી સંબંધિત કોઇ પોસ્ટ પોતાના ટ્વીટર હેન્ડલ પર રીટ્વીટ કરી છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પહેલા જ મોદી સરકાર દ્વારા લાવવામાં આવેલી આ યોજના વિરૂદ્ધ થઇ રહેલા વિરોધ પ્રદર્શનોના હવાલાથી કહી ચૂક્યા છે કે, નારાજ યુવાઓની માગણી એકદમ બરાબર છે. તેમણે કહ્યું કે, યુવાઓને ચાર વર્ષ નહીં, આખા જીવન માટે દેશ સેવાનો મોકો મળવો જોઇએ. સાથે જ તેમણે એ પણ કહ્યું કે, પાછલા બે વર્ષોમાં સેનામાં ભરતીઓ ન થવાના કારણે જે લોકો ઓવરએજ થઇ ગયા છે, તેમને પણ મોકો મળવો જોઇએ.

યોજનાના વિરોધમાં દેશના કેટલાક ભાગોમાં થઇ રહેલા હિંસક પ્રદર્શનોને જોતા સરકારે તેના માટે કેટલાક પરિવર્તનો કર્યા છે. ગૃહમંત્રાલયે કહ્યું કે, CAPFs અને અસમ રાઇફલ્સમાં થનારી ભરતીઓમાં ચાર વર્ષ પૂર્ણ કરનારા લોકો અગ્નિવીરોને 10 ટકાનું આરક્ષણ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. સાથે જ ગૃહમંત્રલાયે આ અર્ધસૈનિક બળોમાં ભરતી માટે અગ્નિવીરોને નિર્ધારિત અધિક્તમ પ્રવેશ આયુ સીમામાં 3 વર્ષની છૂટ આપવાનો નિર્ણય કર્યો છે.

Related Post

Verified by MonsterInsights