Mon. Dec 23rd, 2024

અતિ મહત્વનું / ખોટી માહિતીથી રહો સાવધ : PIB Fact Checkનો મોટો ખુલાસો, સરકાર કોઈ વર્ક ફ્રોમ હોમ જોબ આપી નથી રહી

કોરોનાને કારણે, દેશમાં વિવિધ સંસ્થાઓ તેમના કર્મચારીઓ માટે વર્કફ્રોમ આપીને જોબ પૂરી પાડે છે. આ દરમિયાન એક ચોંકાવનારો અહેવાલ સામે આવ્યો છે. જેમાં વર્કફ્રોમ હોમ જોબ્સ પર વોટ્સએપ પર એક મેસેજ ફરતો થયો છે, એક સરકારી ફેક્ટ ચેક સંસ્થાએ તેને ખોટું સાબિત કરતા મોટું નિવેદન આપ્યું છે. PIB Fact Check દ્વારા જાણવા મળ્યું છે કે એક (સંદેશ) ખોટી માહિતી આપી રહ્યો છે.


આવી કોઈ છેતરપિંડીવાળી લિંક ખોલશો નહીં

PIB Fact Check દ્વારા મહત્વની માહિતી આપવામાં આવી છે. જેમાં તે ખોટી જાણકારી સાથે આ મેસેજ એવું કહે છે કે, ‘સરકાર એક સંગઠનના સહયોગ દ્વારા ઘરેથી જ કામ કરવાની ઉત્તમ તક પૂરી પાડી રહી છે.’ ‘સરકાર દ્વારા એવી કોઇ જ જાહેરાત નથી કરવામાં આવી જેથી કોઇ પણ પ્રકારની આવી છેતરપિંડીવાળી જે-તે લિંકને ઓપન ના કરો.’ સરકારી ફેક્ટ ચેક સંગઠએ કહ્યું.

Related Post

Verified by MonsterInsights