ઝારખંડ અથવા બિહાર કોઇ એક જ રાજ્યમાં અનામત મળેહાઇકોર્ટે સરનામુ બિહારનું હોવાથી સિવિલ સર્વિસમાં અનામતનો લાભ ન આપ્યો, સુપ્રીમે ચુકાદો રદ કર્યોનવી દિલ્હી : સુપ્રીમ કોર્ટે પોતાના ચુકાદામાં કહ્યું હતું કે અનામતની કેટેગરીમાં આવનારી વ્યક્તિ બિહાર આૃથવા ઝારખંડ કોઇ પણ રાજ્યમાં અનામતના લાભનો દાવો કરી શકે છે.
જોકે નવેમ્બર 2000માં પુનર્ગઠન થયું તે બાદ બન્ને રાજ્યોમાં એક સાથે લાભ ન મેળવી શકે કે ન તો તેનો દાવો કરી શકે. સુપ્રીમ કોર્ટમાં ઝારખંડના નિવાસી પંકજ કુમારે અરજી કરી હતી, તેઓએ અગાઉના ચુકાદાને પડકાર્યો હતો. એસસી કેટેગરીમાં આવતા પંકજ કુમારને હાઇકોર્ટે રાજ્યમાં સિવિલ સેવા પરીક્ષા 2007માં તેમને એ આધાર પર નિયુક્તિ આપવાથી ઇનકાર કરી દીધો હતો કે તેઓનું સરનામુ જણાવે છે કે તેઓ બિહારના પટનાના સૃથાયી નિવાસી છે. જેને બાદમાં સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો.
સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ યૂ.યૂ. લલિત અને ન્યાયાધીશ અજય રસ્તોગીની બેંચે કહ્યું હતું કે એ સ્પષ્ટતા કરવામાં આવે છે કે વ્યક્તિ બિહાર આૃથવા તો ઝારખંડ બેમાંથી કોઇ એક રાજ્યમાં જ અનામતનો લાભ લેવાનો દાવો કરી શકે છે. બન્ને રાજ્યોમાં એક સાથે લાભ ન લઇ શકે ના તો તેનો દાવો કરી શકે છે. સાથે જ જે લોકો બિહારના નિવાસી છે તેમને ઝારખંડમાં દાવો કર્યા વગર સામાન્ય કેટેગરીમાં હિસ્સો લેવાની છુટ મળી છે. સાથે જ હાઇકોર્ટે આ સમગ્ર મામલે જે ચુકાદો આપ્યો હતો તેને રદ કરવામાં આવ્યો હતો.
સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે જો બન્ને રાજ્યોમાં એક સાથે અનામતનો લાભ આપવામાં આવશે તો તેનાથી બંધારણના આર્ટિકલ 341(1) અને 342(1)ની જોગવાઇઓનું ઉલ્લંઘન થશે. સાથે કોર્ટે આદેશ આપ્યો કે અરજદાર પંકજ કુમારને 2007ની જાહેરાતના આધારે નિમણુંક આપવામાં આવે. તેઓ પગાર ભથ્થુ અને અન્ય લાભોના પણ હકદાર છે.