અફઘાનિસ્તાનની રાજધાની કાબૂલના પશ્ચિમી ભાગમાં શનિવારે એક નિશાળની નજીક બોમ્બ વિસ્ફોટ થયો. જેમાં 30 લોકોના મોત થયા છે. જેમાં ઘણા વિદ્યાર્થીઓનો સમાવેશ થયો છે. અફઘાન સરકારના પ્રવક્તાના જણાવ્યા અનુસાર – શિયા બહુલ વિસ્તારમાં આવેલ અલ-શાહદા સ્કૂલની નજીક આ બોમ્બ વિસ્ફોટ થયો હતો. મહત્વનું એ છે કે આ હુમલામાં 50 જેટલા લોકો ઘાયલ થયા છે. જો કે તાત્કાલીક કોઈપણ સંગઠને હુમાલાની જવાબદારી લીધી નથી.